<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ચીનની સીમા નજીક ભારતીય સેનાની પૂર્વ કમાન્ડ દ્વારા કવાયત પ્રલયંકર: બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું શક્તિ પ્રદર્શન

સેનાની પૂર્વ કમાન્ડે સીમા નજીક બ્રહ્મોસ મિસાઈલથી મહાકવાયત કરી: સેનાએ જાહેર કરેલા વીડિયોમાં મિસાઈલના લોન્ચિંગ અને સટીક લક્ષ્યભેદનની ક્ષમતા દર્શાવી

ભારતીય સેનાએ કવાયત પ્રલયંકરનો એક વીડિયો જાહેર કર્યો, જેમાં પૂર્વ કમાન્ડની ક્ષમતાઓ દર્શાવવાાં આવી અને લેન્ડ-બેસ્ડ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂજ મિસાઈલ સિસ્ટમને એક્શનમાં દેખાડવામાં આવી.

સેનાએ જાહેર કરેલા વીડિયોમાં લખ્યું- रणे जयः निश्चितः. કોઑર્ડિનેટ્સ લૉક્ડ. આ પોસ્ટમાં અભ્યાસને સેનાની સટીકતા, ગતિ અને તકનીકી શક્તિના પ્રદર્શન તરીકે દર્શાવવામાં આવ્યો છે.

આ વીડિયો લેન્ડ બેસ્ડ બ્રહ્મોસ મિસાઈલની તેનાતી અને લોન્ચની સંપૂર્ણ પ્રક્રિયા દર્શાવે છે. જે પૂર્વીય થિયેટરમાં સેનાની યુદ્ધક તૈયારીઓ અને હુમલાની ક્ષમતાને રેખાંકીત કરે છે. સેનાનું કહેવું છે કે બ્રહ્મોસ સિસ્ટમ આત્મનિર્ભર ભારતની સફળતાનો પુનરોચ્ચાર કરે છે. ભારતની સ્વદેશી સંરક્ષણ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા તથા તૈયારીઓને મજબૂત બનાવે છે.

અભ્યાસ પ્રલયંકર ચાલી રહ્યો છે. તેનો મુખ્ય ઉદેશ્ય ઝડપી પ્રતિક્રિયા ક્ષમતા, કોઑર્ડિનેટેડ ફાયરપાવર અને યુદ્ધક્ષેત્ર પ્રભાવશીલતાને વધુ દ્રઢીભૂત કરવાનો છે. આ અભ્યાસ સેનાના વિભિન્ન પરિદ્રશ્યોમાં ઝડપથી કાર્ય કરવા અને શત્રુઓના લક્ષ્યો પર ચોક્કસાઈપૂર્વક હુમલા કરવાની ક્ષમતા વધારે છે.

પૂર્વીય ક્ષેત્રમાં ચીન અને અન્ય પાડોશીઓ સાથે સંવેદનશીલ સીમાઓને જોતા આવા અભ્યાસનું ઘણું મહત્વ છે. તેમાં સૈનિકોને વાસ્તવિક યુદ્ધ જેવી સ્થિતિઓમાં તાલીમબદ્દ કરવામાં આવે છે, જેથી કોઈપણ પડકાર આવવા પર સેના સંપૂર્ણપણે તૈયાર રહે. બ્રહ્મોસ મિસાઈલનું સામેલ થવું આ અભ્યાસને વધુ પ્રભાવશાળી બનાવે છે.

બ્રહ્મોસ મિસાઈલ ભારત અને રશિયા  દ્વારા સંયુક્ત ઉપક્રમથી વિકસિત કરવામાં આવી છે. આ દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોમાંથી એક છે. આ મિસાઈલ દુશ્મનોના જહાજો, જમીન પર આવેલા ઠેકાણાઓ અને અન્ય લક્ષ્યોને નષ્ટ કરવા માટે બનાવવામાં આવી છે. તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન તેણે પોતાની ક્ષમતા સાબિત કરી, જ્યાં તેણે શત્રુઓના ઠેકાણાઓ પર સટીક અને વિનાશકારી હુમલા કર્યા.

બ્રહ્મોસની ખાસિયત એ છે કે તે પુરી ઉડાણ ભરતી વખતે સુપરસોનિક ગતિ બનાવી રાખે છે, જેનાથી દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ માટે તેને રોકવી અઘરી બને છે. આ ફાયર એન્ડ ફોરગેટ સિદ્ધાંત પર કામ કરે છે, એટલે કે એકવાર લોન્ચ કર્યા બાદ તેને આપોઆપ લક્ષ્ય તરફ જવાનું હોય છે.

લેન્ડ-બેસ્ડ બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ ભારતીય સેના માટે ઘણી મહત્ત્વપૂર્ણ છે. તે મોબાઈલ ઓટોનોમસ લોન્ચર પર લગાવવામાં આવે છે., જે 12x12 પૈંડાવાળા ભારે ટ્ર્ક પર રાખવામાં આવેલી હોય છે. એક લોન્ચર પર સામાન્ય રીતે ત્રણ મિસાઈલ હોય છે. જેનાથી એકસાથે અથવા અળગ-અલગ લક્ષ્યો પર તેને લોન્ચ કરી શકાય છે.

લંબાઈ: લગભગ 8.4 મીટર

વજન: લગભગ 3000 કિલોગ્રામ (લૉન્ચ વજન)

વ્યાસ: 0.6થી 0.67 મીટર

રેન્જ: શરૂઆતમાં 290 કિલોમીટર હતી, તેને વધારીને 450 કિલોમીટર અથવા તેને વધારવામાં આવી. ભવિષ્યમાં 800 કિલોમીટર સુધીની રેન્જવાળા સંસ્કરણ પર કામ ચાલી રહ્યું છે

 

ગતિ: લગભગ 3700 કિલોમીટર પ્રતિ કલાક

વૉરહેડ: 200થી 300 કિલોગ્રામની પરંપરાગત હાઈ-એક્સ્પ્લોઝિવ અથવા સેમી આર્મર પિયર્સિંગ વૉરહેડ, જે કઠોર લક્ષ્યોને પણ ભેદી શકે છે

પ્રોપલ્શન: બે તબક્કાવાળા - પહેલા સોલિડ રોકેટ બૂસ્ટર જે તેને શરૂમાં તેજ ગતિ આપે છે અને બીજુ લિક્વિડ રામજેટ એન્જિન જે આખી સફરમાં સુપરસોનિક ગતિ બનાવી રાખે છે

ઉડાણની ઊંચાઈ: 10 મીટરથી લઈને 15 કિલોમીટર સુધી, જેમાં આ સમુદ્ર અથવા જમીનના ઘણી નજીક ઉઢીને દુશ્મનના રડારથી બચી શકે છે

ગાઈડેન્સ: એડવાન્સ રડાર હોમિંગ અને ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ સાથે બેહદ સટીક લક્ષ્ય ભેદન ક્ષમતા

 

આ મિસાઈલ ટ્રાન્સપોર્ટ લોન્ચ કેનિસ્ટર (TLC) માં રાખવામાં આવે છે, જે તેને ટ્રાન્સપોર્ટ, ભંડારણ અને લૉન્ચ માટે સુરક્ષિત રાખે છે. લોન્ચર સંપૂર્ણપણે સ્વાયત્ત હોય છે. તેમાં પોતાની કમાન્ડ, કંટ્રોલ, અને કમ્યુનિકેશન સિસ્ટમ લાગેલી હોય છે.

અભ્યાસ પ્રલયંકરમાં બ્રહ્મોસનું પ્રદર્શન દર્શાવે છે કે ભારતીય સેના આધુનિક યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે. આજના સમયમાં જ્યાં યુદ્ધ તેજ ગતિ અને સટીક હુમલાઓ પર આધારીત છે, બ્રહ્મોસ જેવી મિસાઈલ દુશ્મની રણનીતિને સંપૂર્ણપણે બદલી શકે છે.

આ મિસાઈલ દુશ્મનના કમાન્ડ સેન્ટર, એરબેઝ, રડાર સાઈટ અને અન્ય મહત્ત્વપૂર્ણ ઠેકાણાઓને નષ્ટ કરવામાં સક્ષમ છે. ઓપરેશન સિંદૂરમાં તેના પ્રદર્શને દુનિયાભરને પોતાની શક્તિ મનાવી છે.

ભારતીય સેના સતત પોતાની ક્ષમતાઓને મજબૂત કરી રહી છે. અભ્યાસ પ્રલયંકર જેવા કાર્યક્રમ ન માત્ર સૈનિકોને પ્રશિક્ષિત કરે છે, પરંતુ દુશ્મનોને પણ સંદેશ આપે છે કે ભારતની સુરક્ષા તૈયારી અત્યાધુનિક અને પ્રભાવી છે.

(7:43 PM IST)