News of Friday, 15th May 2026
ખેડૂતે જીવતાં જ પિંડદાન અને તેરમીની વિધિઓ કરી નાખી

લખનૌ તા.૧૫: જીવતાં જગતીયું કર્યું હોય એવી અનોખી ઘટના બની છે. જ્યાં એક ખેડૂતે પોતે જ પોતાના પિડદાન અને તેરમીની વિધિઓ પૂર્ણ કરી. વાત મધ્યપ્રદેશના સતનાની છે. હિદુ પરંપરામાં પિડદાન અને તેરમીની વિધિ સામાન્ય રીતે વ્યક્તિના મૃત્યુ પછી કરવામાં આવે છે. પરંતુ રામલોટન કુશવાહા નામના ખેડૂતે આ તમામ વિધિઓ પોતે જીવતા જ પૂર્ણ કરી દીધી છે.તેમણે મૃત્યુ બાદ પોતાનું શરીર દાન કરવાનો નિર્ણય લીધો છે. કુશવાહાનું કહેવું છે કે આ પગલાનું મુખ્ય ઉદ્દેશ એ માનસિકતા બદલવાનું છે, જેમાં શરીરદાનને અંતિમ સંસ્કારના ખર્ચથી બચવાનો ઉપાય માનવામાં આવે છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
