<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

સસરાએ જમાઈ સાથે દારૂ પીને ચિકન ખાધું અને પછી ગમછાથી ગળું દબાવી દીધું

બાલાઘાટ,તા.૨૨: મધ્‍ય પ્રદેશના બાલાઘાટમાં ૧૪ જુલાઈએ પોલીસને કોપે અને ડોગરિયાનાં જંગલોની વચ્‍ચેથી એક શબ મળ્‍યું હતું. એની ઓળખ ૪૦ વર્ષના રાજેન્‍દ્ર શરણાગત તરીકે થઈ હતી. આ ઘટના પછી આખા વિસ્‍તારમાં સન્નાટો મચ્‍યો હતો કે આ ભાઈનું શબ જંગલ પાસે પહોંચ્‍યું કઈ રીતે? પોલીસે પાંચ દિવસમાં ૨૩ લોકોની પૂછપરછ કરીને આ હત્‍યાની ગુત્‍થી સુલઝાવી દીધી. તપાસમાં સામે આવ્‍યું હતું કે રાજેન્‍દ્રની હત્‍યા તેના જ સસરા રાજેશ ચૌહાણે કરી હતી. રાજેશે તેના દોસ્‍ત સાથે મળીને જમાઈની હત્‍યા પાર પાડી હતી. રાજેશે જમાઈને દારૂ પાર્ટી માટે ગામના સીમાડે બોલાવ્‍યો હતો. એ માટેના પૈસા પણ જમાઈ જ લઈને આવ્‍યો હતો. રાતના અંધારામાં રાજેશે જમાઈ સાથે દારૂ પીધો હતો અને પછી ચિકન શેકીને ખાધું હતું. એ પછી દારૂના નશામાં ટલ્‍લી થયેલા જમાઈનું ગમછાથી ગળું રૂંધીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો

(10:40 AM IST)