News of Monday, 13th July 2026
સ્પેનમાં ભીષણ જંગલ આગનો કહેર, બારનાં મોત; તેવીસ લોકો હજુ લાપતા: તેજ પવનથી બે કલાકમાં પંદર કિલોમીટર સુધી ફેલાઈ આગ, કારણ અંગે તપાસ ચાલુ : જુઓ વિડીયો

દક્ષિણ સ્પેનના અલ્મેરિયા વિસ્તારમાં ભીષણ જંગલ આગે ભારે વિનાશ સર્જ્યો છે. અત્યાર સુધી બાર લોકોનાં મોત થયા છે જ્યારે તેવીસ લોકો લાપતા હોવાનું જણાવાયું છે.
દક્ષિણ સ્પેનના અલ્મેરિયા પ્રાંતના લોસ ગાલાર્દોસ અને આસપાસના વિસ્તારમાં લાગેલી ભીષણ જંગલ આગ દેશના સૌથી જીવલેણ અગ્નિકાંડોમાંની એક બની છે. ભારે ગરમી, સૂકા વાતાવરણ અને તેજ પવનને કારણે આગે અત્યંત ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને માત્ર બે કલાકમાં અંદાજે પંદર કિલોમીટર સુધી ફેલાઈ ગઈ હતી.
અત્યાર સુધી બાર લોકોનાં મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે તેવીસ લોકો હજુ લાપતા હોવાનું જણાવાયું છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને સેંકડો અગ્નિશામક કર્મચારીઓ તેમજ હવાઈ દળની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
પ્રાથમિક તપાસમાં વીજ લાઇન તૂટવાથી આગ ભભૂકી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ ઊર્જા કંપની એન્ડેસાએ પોતાની વીજ લાઇન જવાબદાર હોવાનો ઇનકાર કર્યો છે. સ્પેનની સત્તાવાર એજન્સીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
