<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

સૌપ્રથમવાર ૧૯૦૪માં રાધાબાઇના સ્‍વરમાં ગુજરાતી ગરબીનું રેકોર્ડિંગ કરાયું હતું

ગ્રામોફોન રેકોર્ડમાં સચવાયેલો ગુજરાતી સંગીત અને ગરબાનો સવા સદી જૂનો વારસો : અક્ષય શેલતે ખજાનો ખોલ્‍યો : * ૧૯૦૨ થી ૧૯૩૫ સુધીનાં દુર્લભ રેકોર્ડ, ગુજરાતી નાટયસંગીતની લોકપ્રિયતા અને રામાફોનથી રામાગ્રાફ નામ બદલાવાની રસપ્રદ કહાની * ગુજરાતી ગીતના ગ્રામોફોન ઇતિહાસની શરૂઆત * ગુજરાતી ગરબીનો પ્રારંભિક રેકર્ડ * ગુજરાતી નાટકો અને ગરબાનાં દુર્લભ ગ્રામોફોન રેકર્ડ * જાણીતા ગ્રામોફોન સંશોધક માઇકલ કિનીયરના સંશોધન મુજબ, ૧૯૦૨માં પ્રથમ ગુજરાતી રેકોર્ડ -કાશિત થયો હોવાનું માનવામાં આવે છે. આ રેકોર્ડમાં ‘કપૂરચંદ પાનાચંદ'ની રચના હતી, જે માસ્‍ટર ગિરધરના સ્‍વરમાં રેકોર્ડ કરવામાં આવી હતી ઞ્જ ઉલ્લેખનીય છે કે એ વખતે આ રેકોર્ડ એક બાજુ આવતી એટલે કે એક સાઈડ પર રેકોર્ડીંગ, બીજી સાઈડ પર રેકોર્ડ કંપની પોતાનો લોગો છાપતી

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે દુર્લભ રેકોર્ડનું સંશોધન, સંગ્રહ અને દસ્તાવેજીકરણ કરનાર અક્ષયભાઇ શેલત અને જાણીતા સંગીતજ્ઞ શ્રી મહેશભાઇ યાજ્ઞિક તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર ઃ સંદિપ બગથરિયા)

શું તમારે પહેલું ગુજરાતી ગીત કયું હતું તે જાણવું છે? અરે.. જાણવાની સાથે સાંભળવુ છે? એજ રીતે સદીઓ જુના હિન્‍દી, મરાઠી, ગુજરાતી મૂળ ગીતો.. ગાયકો... તેનો ઇતિહાસ... વગેરે જાણવા છે? ખંભાત ખાતે રહેતા અક્ષયભાઇ શેલત પાસે ૪ રૂમ ભરીને દુર્લભ ખજાનો સચવાયો છે અને તે પણ ઓરીજનલ રેર્કોડિંગ અને પ્રુફ સાથે. વર્ષોની મહેનત પછી અક્ષયભાઇએ ભારતીય સિનેમાનો આવો અતિ દુર્લભ કહી શકાય તેવો વારસો આજે પણ જાળવી રાખ્‍યો છે. તેમની પાસે કયું ગીત કયારે રેકોર્ડ થયું હતું તે લેખીત દસ્‍તાવેજ અને તે ઓરીજનલ ગીતની વર્ષો જુની રેકર્ડ પણ ઉપલબ્‍ધ છે. એટલું જ નહિ જે આજની તારીખે પણ ચાલુ કંડીશનમાં છે. વર્ષો જુના રામોફોન, ગ્રામોફોન પણ તેમના ખજાનામાં સચવાયેલા છે. અકિલાની મુલાકાત વખતે તેમણે અનેક વાતો કરી હતી. જેમાં તેઓએ જણાવેલ ગ્રામોફોન વિશે અને ગરબા વિશેની માહિતી આ સાથે અકિલાના વાંચકો માટે રજુ કરી છે.

અક્ષયભાઇએ જણાવ્‍યું હતું કે, આ ગરબા એ સમયની ગાયકી, નાટય સંગીતનો દસ્‍તાવેજ છે. નાટકમાં હિટ થયેલ ગરબા રેકર્ડ કંપની રેકોડિંગ કરી રેકોર્ડ પ્રકાશિત કરતી. આ માત્ર સંગીતની વાત નથી આપણી ભાષાના કલા અને સંસ્‍કળતિનો વારસો છે જેનું જતન આપણે કરવુ જોઈએ. યોગ્‍ય દસ્‍તાવેજી કરણ પણ થવું જોઈએ. અમે ફિલ્‍મ સંગીતમાં ઘણું કામ દસ્‍તાવેજી કરણ સાથે કરી શકયા છીએ. એકલા કોઈની મદદ વગર માત્ર શોખથી, નોકરીની આવકમાંથી અને વેંચવાની નહીં પણ વહેંચવાની વળત્તિના હેતુથી. અમે વિજ્ઞાન અને સંગીત દેવીના ઉપાસક છીએ. અમે એના શરણાર્થી નથી ચરણાર્થી છીએ જ્‍યાં બેસીને એની સાધના અને આરાધના કરીએ છીએ. અમારા નામ કરતા વિજ્ઞાન અને સંગીત વધુ મહાન છે. આ અમારો સ્‍પષ્ટ વિચાર છે.

ભારતમાં ગ્રામોફોન રેકોર્ડનો પ્રારંભ માત્ર સંગીતના મનોરંજન પૂરતો સીમિત નહોતો. તે સમયના કલાકારોના અવાજ, નાટકોનાં સંવાદો, લોકગીતો, ભજનો, ગરબા અને સામાજિક-રાષ્‍ટ્રીય વિચારોને ધ્‍વનિ સ્‍વરૂપે સાચવી રાખવાનું આ એક નવું માધ્‍યમ હતું. ખાસ કરીને ગુજરાતી નાટકોમાં રજૂ થતાં ગીતો ગ્રામોફોન પર ઉતરવા લાગ્‍યાં અને તેના કારણે ગુજરાતી નાટયસંગીતને એક નવો શ્રોતા વર્ગ મળ્‍યો.

ગુજરાતી ગીતના ગ્રામોફોન ઇતિહાસની શરૂઆત : ૧૯૦૨

ગ્રામોફોન રેકોર્ડના ઇતિહાસનો અભ્‍યાસ કરતાં ગુજરાતી ભાષાના -ારંભિક રેર્કોડિંગની વાત વિશેષ રસપ્રદ બને છે. જાણીતા ગ્રામોફોન સંશોધક માઇકલ કિનીયરના સંશોધન મુજબ, ૧૯૦૨માં -થમ ગુજરાતી રેકોર્ડ -કાશિત થયો હોવાનું માનવામાં આવે છે. આ રેકોર્ડમાં ‘કપૂરચંદ પાનાચંદ'ની રચના હતી, જે માસ્‍ટર ગિરધરના સ્‍વરમાં રેકોર્ડ કરવામાં આવી હતી. રેકોર્ડની વિગતોમાં ‘સોંગ ફ્રોમ કપૂરચંદ પાનાચંદ' એવો ઉલ્લેખ જોવા મળતો હોવાથી કપૂરચંદ પાનાચંદ કોઈ નાટકનું નામ હોવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવે છે. આ વિગતો ગુજરાતી સંગીતના ઇતિહાસમાં અત્‍યંત મહત્ત્વનું સ્‍થાન ધરાવે છે.

તે સમયગાળામાં ગ્રામોફોન કંપનીઓ લોકપ્રિય નાટકોનાં ગીતો રેકોર્ડ કરવા વિશેષ રસ દાખવતી હતી. ગુજરાતી, પારસી, મરાઠી, હિન્‍દી અને ઉર્દૂ ભાષાનાં નાટકોમાં રજૂ થતાં ગીતો અને સંગીતને રેકોર્ડ સ્‍વરૂપે બહાર પાડવામાં આવતાં હતાં. લોકપ્રિય નાટકનાં ગીતોની રેકોર્ડ બજારમાં આવતાં તે ગીતો નાટયગળહની બહાર પણ લોકો સુધી પહોંચતાં હતાં. આ રીતે ગ્રામોફોન રેકોર્ડ ગુજરાતી નાટયસંગીતના પ્રચારનું મહત્ત્વનું માધ્‍યમ બન્‍યાં હતાં.

ગુજરાતી ગરબીનો પ્રારંભિક રેકોર્ડ : ૧૯૦૪

ગુજરાતી ગરબાની પરંપરા લોકજીવન સાથે ગાઢ રીતે જોડાયેલી છે. નવરાત્રિ, ધાર્મિક પ્રસંગો અને સામાજિક ઉત્‍સવોમાં ગવાતા ગરબા સમય જતાં ગ્રામોફોન રેકોર્ડ સુધી પહોંચ્‍યા હતા. ઉપલબ્‍ધ સંશોધનાત્‍મક માહિતી અનુસાર, સૌ-થમવાર ૧૯૦૪માં રાધાબાઈના સ્‍વરમાં ગુજરાતી ગરબીનું રેર્કોડિંગ કરવામાં આવ્‍યું હતું. ‘મેરા મદન મોહનલાલ મધુબન મેં બસે...' આ ગરબી તે સમયની -ારંભિક ગુજરાતી રેકોર્ડ થયેલી રચનાઓમાંની એક હોવાનું જાણવા મળે છે. આ રેકોર્ડનું પ્રકાશન થયું હોવાની માહિતી મળે છે, જોકે તેની મૂળ ડિસ્‍ક કે ધ્‍વનિમુદ્રણ હાલમાં અક્ષયભાઇના સંગ્રહમાં ઉપલબ્‍ધ નથી. આથી ૧૯૦૪ની ગરબીને ગુજરાતી ગરબીના રેર્કોડિંગના પ્રારંભિક ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્‍થાન આપી શકાય. અક્ષયભાઇ કહે છે, ‘સુનો સુનો કનૈયા લાલ..' અલબેલી ગુજરાતી ગરબી. (લાવણી) ગાયિકા - રાધા. સુરત છે. આ ગુજરાતી ભાષા નો પ્રથમ ગરબો છે. આ સમયગાળાનાં રેર્કોડિંગ આજે ઉપલબ્‍ધ હોત તો તે સમયની ગાયકી, સંગીતની શૈલી અને ગરબાની મૂળ રજૂઆત વિશે વધુ જાણકારી મળી શકત.

રામાફોન નામ સામે વાંધો અને રામાગ્રાફની શરૂઆત

અક્ષયભાઇ શેલત પાસે ૧૯૦૭ના વર્ષનાં ગુજરાતી ગરબાનાં ગ્રામોફોન રેકોર્ડ ઉપલબ્‍ધ છે. આ રેકોર્ડ કંપની પોતાના રેકોર્ડના કેટલોગ ગુજરાતી ભાષામાં પણ પ્રકાશિત કરતી હતી. અહીં એક રસ-દ બાબત જોવા મળે છે. ૧૯૦૭ના રેકોર્ડના કેટલોગમાં કંપનીનું નામ ‘રામાફોન' લખેલું છે, જ્‍યારે રેકોર્ડના લેબલ પર ‘રામાગ્રાફ' લખેલું જોવા મળે છે. બંને નામ એક જ કંપનીનાં છે. આ નામફેર પાછળનો પણ એક રસ-દ ઇતિહાસ છે.

અક્ષયભાઇએ જણાવ્‍યું કે, રામાફોન કંપનીની સ્‍થાપના ૧૯૦૭માં થઈ હતી અને તેણે સપ્‍ટેમ્‍બર ૧૯૦૭થી રેકોર્ડનું ઉત્‍પાદન શરૂ કર્યું હતું. આ કંપની ભારતીય કલાકારોનાં ગીતો રેકોર્ડ કરતી હતી અને તેનું ઉત્‍પાદન જર્મનીમાં કરાવતી હતી. ૧૯૪૦ના દાયકામાં આ કંપનીએ પોતાનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું.

સપ્‍ટેમ્‍બર ૧૯૦૭થી ૧૯૦૮ના ટૂંકા ગાળામાં જ આ કંપનીએ આશરે ૪૦૦ જેટલી ડિસ્‍ક રેકોર્ડ બજારમાં મૂકી હતી. ૧૯૦૨થી હિન્‍દુસ્‍તાનમાં રેકોર્ડ બનાવતી બ્રિટિશ કંપની ‘ધ ગ્રામોફોન એન્‍ડ ટાઈપરાઈટર લિમિટેડ એન્‍ડ સિસ્‍ટર કંપનીઝ' સામે રામાફોન કંપનીએ મજબૂત સ્‍પર્ધા ઊભી કરી હતી. ઁધ ગ્રામોફોન એન્‍ડ ટાઈપરાઈટર લિમિટેડ એન્‍ડ સિસ્‍ટર કંપનીઝ', ‘ગ્રામોફોન રેકોર્ડ્‍સ' અને ‘ગ્રામોફોન કોન્‍સર્ટ રેકોર્ડ્‍સ' જેવાં લેબલ હેઠળ રેકોર્ડ બનાવતી હતી. તેથી રામાફોન નામમાં આવતા ‘ફોન' શબ્‍દ સામે આ કંપનીએ વાંધો ઉઠાવ્‍યો હતો. તેનું મુખ્‍ય કારણ એ હતું કે ‘રામાફોન' અને ‘ગ્રામોફોન' શબ્‍દોના ઉચ્‍ચારણમાં ઘણી સામ્‍યતા હતી.

આ વાંધાને પગલે રામાફોન કંપનીએ ૧૯૦૮માં પોતાની કંપનીનું નામ બદલીને ‘રામાગ્રાફ' કર્યું હતું. જોકે, નામ બદલાયા બાદ એક વ્‍યવહારુ -‘ ઊભો થયો હતો. અગાઉના નામ એટલે કે ‘રામાફોન'ના લેબલવાળી જે રેકોર્ડનો સ્‍ટોક કંપની પાસે ઉપલબ્‍ધ હતો તેનું શું કરવું? આ સમસ્‍યાના ઉકેલ તરીકે કંપનીએ સ્‍ટોકમાં રહેલી રેકોર્ડ્‍સનાં લેબલ પર ‘રામાફોન' શબ્‍દ ઉપર ‘રામાગ્રાફ'નું નવું લેબલ ચોંટાડીને તેને બજારમાં વેચવા મૂકી હતી. આ જ કારણસર કેટલાંક રેકોર્ડના કેટલોગમાં ‘રામાફોન' અને રેકોર્ડ પર ‘રામાગ્રાફ' નામ જોવા મળે છે.

એક નોંધનીય બાબત એ પણ છે કે આ કંપનીના રેકોર્ડનું ઉત્‍પાદન જર્મનીની લાયરોફોન અને ત્‍યારબાદ કાર્લ લિન્‍ડસ્‍ટ્રોમ જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવતું હતું. પ્રથમ તબક્કામાં રેકોર્ડ એક બાજુના હતા, જ્‍યારે પછીના તબક્કામાં બંને બાજુ રેર્કોડિંગ ધરાવતી ડિસ્‍ક પણ બજારમાં આવી હતી. ૧૯૧૧ ની આસપાસ ઉપલબ્‍ધ વેપારી વિગતો મુજબ, રામાગ્રાફના કેટલોગમાં ૧૬૦ ગુજરાતી રેકોર્ડનો સમાવેશ થતો હતો. આ આંકડો તે સમયના ગુજરાતી ગીતો અને નાટયસંગીતની લોકપ્રિયતાનો નોંધપાત્ર પુરાવો છે.

૧૯૧૧-૧૨ સુધીમાં રામાફોન અને રામાગ્રાફનાં મળીને આશરે ૮૦૦ જેટલાં શીર્ષકો પ્રકાશિત થયાં હોવાનું સંશોધનમાં નોંધાયું છે. આ કંપનીનું રેર્કોડિંગ મુખ્‍યત્‍વે મુંબઈ અને પヘમિ ભારતના બજારને ધ્‍યાનમાં રાખીને થતું હતું. ગુજરાતી, હિન્‍દુસ્‍તાની અને મરાઠી ભાષાના શ્રોતાઓ માટે આ રેકોર્ડ તૈયાર કરવામાં આવતા હતા.

ગુજરાતી નાટકો અને ગરબાનાં દુર્લભ ગ્રામોફોન રેકોર્ડ

અક્ષયભાઇ શેલત પાસે સંગ્રહમાં ૧૯૦૭ના સમયગાળાનાં કેટલાંક અત્‍યંત દુર્લભ રામાફોન-રામાગ્રાફ રેકોર્ડ ઉપલબ્‍ધ છે. આ રેકોર્ડની વિશેષતા એ છે કે તેમાં ગુજરાતી નાટકોનાં ગીતો અને ગરબા તે સમયની મૂળ ગાયકીમાં સાંભળવા મળે છે. તેમની પાસે રેકોર્ડ નંબર, ગીત, કેટલોગ, ગાયિકા વગેરે દરેક વિગતો સચવાયેલી છે. જે મુજબ થોડા ગીતો પર નજર કરીએ તો..

૧. રેકોર્ડ નંબર ૧૦૦ : સૌભાગ્‍યસુંદરી

રેકોર્ડનું કદ : ૧૦ ઇંચ

નાટક : સૌભાગ્‍યસુંદરી

ગાયિકા : મીસ માણકુ

ગીતના શબ્‍દો : પહેરી ચોળી લટકા મટકા કરતાં આવ્‍યાં.

કેટલોગનું પાનું  : ૪

આ રેકોર્ડ ગુજરાતી નાટયસંગીતની પ્રારંભિક રેકોર્ડ પરંપરાનું એક મહત્ત્વપૂર્ણ ઉદાહરણ છે. મીસ માણકુ જેવા કલાકારોના સ્‍વરમાં તે સમયનાં નાટયગીતો રેકોર્ડ થયાં હતાં, જે આજે ગુજરાતી સંગીતના ઇતિહાસ માટે મહત્ત્વ ધરાવે છે.

મીસ માણકુએ ૨૦મી સદીની શરૂઆતમાં (૧૯૦૭ થી ૧૯૧૨ના સમયગાળામાં) મુંબઈની જૂની ગુજરાતી રંગભૂમિ (નાટક) અને પારસી થિયેટરના જાણીતા ગાયિકા અને અભિનેત્રી હતા. તેઓ તે સમયના પ્રખ્‍યાત ગુજરાતી નાટકો જેવા કે ‘મીઠો ઝેર' અને ‘ઝેરી સાપ'માં તેમણે ગાયેલા ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા. તેમના ગીતો તે જમાનાની વિખ્‍યાત ગ્રામોફોન કંપનીઓ જેવી કે ‘રામાગ્રાફ ડિસ્‍ક રેકોર્ડ' અને ઁરામાફોનઁ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્‍યા હતા. તેમના લોકપ્રિય ગીતો જેવા કે, ‘મેરી ઝૂલતી ડૂલતી જોબનની ડાલી' (નાટક : મીઠો ઝેર), ‘દેખુંગી પ્‍યારે મુખડા' (નાટક : ઝેરી સાપ), ‘ધીમા ધીમા ચાલો મારા ઓરાન રે' (નાટક : સૌભાગ્‍ય સુંદરી), ‘મારો જોબન વીતો જાય' (૧૯૦૮), ‘કોમલ કાયા હાં ફરમાઓ' (૧૯૧૨) વગેરે છે. તેમણે તે સમયના અન્‍ય જાણીતા કલાકાર ‘છબીલ' સાથે પણ કેટલાક નાટય ગીતોમાં જુગલબંધી કરી હતી.

૨. રેકોર્ડ નંબર ૧૨૬ : વટસાવિત્રી (ગરબો)

રેકોર્ડનું કદ : ૧૦ ઇંચ

નાટક : ચંદ્રહાસ

ગીત : ‘વટસાવિત્રી વ્રત આજ પૂરણ કરીએ.'

ગાયિકા : મીસ માણકુ અને મીસ કાસી

કેટલોગનું પાનું : ૫

૩. રેકોર્ડ નંબર ૧૨૮ : પૂનમ ચાંદની

રેકોર્ડનું કદ : ૧૦ ઇંચ

-કાર : ગરબો

નાટક : ત્રિવિક્રમ

ગીતના શબ્‍દો : ‘પૂનમ ચાંદની ખીલી પુરી અહીં રે.'

ગાયિકા : મીસ માણકુ અને મીસ કાસી

આ રેકોર્ડ પણ તે સમયની ગુજરાતી નાટયસંગીત અને ગરબાની પરંપરાનો દુર્લભ નમૂનો છે. બે ગાયિકાઓના સ્‍વરમાં રજૂ થયેલો આ ગરબો નાટક સાથે જોડાયેલી સંગીત પરંપરાનો પરિચય કરાવે છે. આ ત્રણેય રેકોર્ડના કેટલોગ અને મૂળ લેબલનો અભ્‍યાસ કરતાં તે સમયની રેકોર્ડ બનાવવાની પદ્ધતિ, કલાકારોનાં નામ, ગીતોની પસંદગી અને નાટકોની લોકપ્રિયતા વિશે ઘણી માહિતી મળે છે.

ધ્‍વનિની દુનિયામાં સચવાયેલો ગુજરાતી સંસ્‍કળતિનો વારસો

ગ્રામોફોન રેકોર્ડનો ઇતિહાસ માત્ર જૂનાં ગીતો અને ગાયકોની યાદો પૂરતો મર્યાદિત નથી. તેમાં એક આખા સમયગાળાની સામાજિક, સાંસ્‍કળતિક અને કલાત્‍મક પ્રવળત્તિઓનો ઇતિહાસ સચવાયેલો છે. ૧૯૦૨ના પ્રારંભિક ગુજરાતી રેકોર્ડથી શરૂ કરીને ૧૯૦૪ની ગરબી, ૧૯૦૭ના રામાફોન રેકોર્ડ, ત્‍યારબાદ રામાગ્રાફના નાટયસંગીત અને ૧૯૩૫ની આસપાસના યંગ ઇન્‍ડિયાના દેશભક્‍તિપ્રેરક ગરબા સુધીની આ સફર ગુજરાતી સંગીતના વિકાસની અનોખી ગાથા રજૂ કરે છે. આજે જ્‍યારે ડિજિટલ ટેકનોલોજીના માધ્‍યમથી સંગીતની દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે. ત્‍યારે એક સદી જૂનાં ગ્રામોફોન રેકોર્ડનું મહત્ત્વ વધુ વધી જાય છે. આ રેકોર્ડમાં માત્ર અવાજ જ નહીં, પરંતુ તે સમયના કલાકારોની કલા, સંગીતની શૈલી, નાટયપરંપરા, ભાષા અને સમાજજીવનની યાદો પણ સચવાયેલી છે. આવા દુર્લભ રેકોર્ડનું સંશોધન, સંગ્રહ, દસ્‍તાવેજીકરણ અને ડિજિટાઇઝેશન થવું અત્‍યંત જરૂરી છે. કારણ કે આ રેકોર્ડ્‍સ આવનારી પેઢી માટે ગુજરાતી સંગીતના ઇતિહાસનાં જીવંત દસ્‍તાવેજો છે. અક્ષયભાઈ શેલત જેવા સંગીતપ્રેમીઓ અને જૂના રેકોર્ડના સંગ્રાહકો દ્વારા કરવામાં આવતું આ કાર્ય માત્ર વ્‍યક્‍તિગત શોખ નથી, પરંતુ ગુજરાતી ભાષા, લોકસંગીત અને સાંસ્‍કળતિક ધરોહરના જતન માટેનું મૂલ્‍યવાન યોગદાન છે. અકિલાની મુલાકાત વખતે અક્ષયભાઇ શેલતની સાથે જાણીતા સંગીતજ્ઞ મહેશભાઇ યાજ્ઞિક ઉપસ્‍થિત રહ્યા હતા.

 અક્ષયભાઇ શેલત

મો. ૭૯૮૪૮ ૪૧૮૩૭

 

આઝાદીની ચળવળમાં દેશભક્‍તિનાં

ગીતો અને ગરબાનું યોગદાન

અક્ષયભાઇ શેલતે જણાવ્‍યું કે, આપણી આઝાદીની ચળવળમાં દેશભક્‍તિનાં ગીતોનો ફાળો અનન્‍ય છે. ‘મારું વતન, આ મારું વતન', ‘ઝંડા ઊંચા રહે હમારા', ‘સરફરોશી કી તમન્ના' તથા ‘વંદે માતરમ' જેવાં ગીતોએ રાષ્‍ટ્રીય ચેતના જાગળત કરવામાં બહુ મોટો ફાળો આપ્‍યો હતો. આ ગીતો ઉપરાંત તે સમયે સરદાર પટેલ અને ગાંધીજી જેવા મહાન નેતાઓ પર ગરબા રચાયા હતા અને ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. આવા કેટલાક ગરબાઓની ગ્રામોફોન રેકોર્ડ્‍સ પણ બની હતી.

રાષ્‍ટ્રીય ભાવનાથી પ્રેરાઈને રાષ્‍ટ્રીય ભાવનાને વ્‍યક્‍ત કરતાં ગીતો અને સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓનાં જોશીલા ભાષણોનું ધ્‍વનિમુદ્રણ કરવાના ખાસ ઉદ્દેશથી ‘યંગ ઇન્‍ડિયા' રેકોર્ડ્‍સની સ્‍થાપના કરવામાં આવી હતી. ‘યંગ ઇન્‍ડિયા' રેકોર્ડ્‍સ પર મુદ્રિત એક ગરબાનું ઉદાહરણ નીચે મુજબ છે જે સરદાર પટેલની -શસ્‍તિમાં લખાયો હતો.

ગરબાના શબ્‍દો : ‘રણમાં ઘૂમે છે સરદાર, આઝાદી કે રણમાં ઘૂમે છે.'

આ રેકોર્ડ આશરે ૧૯૩૫ ની આસપાસ નગર ગરબા ગ્રુપના સ્‍વરમાં રેકોર્ડ કરવામાં આવી હતી. રેકોર્ડ પર આ ગીતને ‘રાષ્‍ટ્રગીત' તરીકે

 

રામાફોન કંપની : ગુજરાતી નાટયસંગીતને રેકોર્ડ કરનારૂં મહત્‍વનું નામ

ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડના ઇતિહાસમાં ‘રામાફોન' અને ત્‍યારબાદ ‘રામાગ્રાફ' નામે ઓળખાયેલી કંપનીનું વિશેષ મહત્ત્વ છે. આ કંપની પાછળ મુંબઈના ટી. એસ. રામચંદર એન્‍ડ બ્રધર્સ પરિવારનો વ્‍યવસાય હતો. આ પરિવારનો સંગીતનાં સાધનોનો વેપાર ઇ.સ.

૧૮૫૧ પહેલાંથી ચાલતો હતો. આશરે ઇ.સ. ૧૮૯૫ થી તેમણે અમેરિકાથી એડિસન ફોનોગ્રાફ મશીનો આયાત કરવાનું શરૂ કર્યું હતું. ગુજરાતી, પારસી અને ઉર્દૂ નાટયમંડળીઓના કલાકારો સાથેના સંપર્કને કારણે તેમને સ્‍થાનિક કલાકારો અને સંગીતની સારી જાણકારી હતી.

ઇ.સ. ૧૯૦૬ ના અંતમાં જર્મનીની લાયરોફોન કંપનીના રેર્કોડિંગ નિષ્‍ણાતો મુંબઈ આવ્‍યા હતા. ટી. એસ. રામચંદર એન્‍ડ બ્રધર્સે તેમની સાથે મળીને પોતાના નામના લેબલ હેઠળ રેકોર્ડ બહાર પાડવાની યોજના બનાવી. પરિવારના ‘રામચંદર' નામ પરથી ‘રામ-એ-ફોન' એટલે કે ‘રામાફોન' નામ પસંદ કરવામાં આવ્‍યું હતું. ૧૯૦૭ના -ારંભિક મહિનાઓમાં મુંબઈમાં આશરે પર૦ રેર્કોડિંગ કરવામાં આવ્‍યાં હતાં. આ રેર્કોડિંગની મેટ્રિસિસ જર્મની મોકલવામાં આવી હતી, જ્‍યાં ડિસ્‍કનું ઉત્‍પાદન કરવામાં આવ્‍યું હતું. સપ્‍ટેમ્‍બર ૧૯૦૭માં આ રેકોર્ડ ભારતીય બજારમાં ઉપલબ્‍ધ બન્‍યાં હતાં.

આ પ્રથમ શ્રેણી માટે વીસ પાનાંનો કેટલોગ પણ પ્રકાશિત કરવામાં આવ્‍યો હતો. તેમાં ૪૨૦ રેકોર્ડની વિગતો હતી. તેમાંના મોટા ભાગના રેકોર્ડ ૧૦ ઇંચના હતા અને થોડા ૮ ઇંચના હતા. શરૂઆતના રેકોર્ડ એક જ બાજુ રેર્કોડિંગ ધરાવતા હતા. આ વિગતો રામાફોન કંપનીના ઇતિહાસને સમજવા માટે અત્‍યંત મહત્ત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે એ વખતે આ રેકોર્ડ એક બાજુ આવતી એટલે કે એક સાઈડ પર રેકોડિંગ. બીજી સાઈડ પર રેકીર્ડ કંપની પોતાનો લોગો છાપતી.

અક્ષયભાઇ શેલત

મો. ૭૯૮૪૮ ૪૧૮૩૭

(2:52 PM IST)