News of Saturday, 17th October 2026
પહેલા મામા સાથે દારુ પાર્ટી કરી, પછી મામી સાથે રંગરેલિયા મનાવ્યા, ગુજરાતમાંથી યુપી ગયેલા યુવકને મોત મળ્યું
મહિલાના પતિએ યુવકને પોતાની પત્ની સાથે વાંધાજનક સ્થિતિમાં જોયો હતો, જે બાદ તેણે યુવક પર હુમલો કર્યો

બાંદા તા.૧૭: તહેવાર ઉજવવા માટે ૨૧ વર્ષનો એક યુવક ગુજરાતમાંથી પોતાના ગામડે પહોંચ્યો, પણ ગામડે આવ્યાના બે દિવસ બાદ તેની જિદગી ખતમ થઈ ગઈ. ઉત્તર પ્રદેશના બાંદામાં યુવકની લાશ તેના જ ઘરના દરવાજે પડેલી જોવા મળી. પોલીસના જણાવ્યા અનુસાર, યુવકની હત્યા લાકડી-ધોકા વડે મારીને કરી હતી. આ મામલામાં ગામના જ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના પાછળ એક મહિલા અને એક યુવક વચ્ચેના આડા સંબંધને લઈ વિવાદની વાત સામે આવી છે. આરોપ છે કે મહિલાના પતિએ યુવકને પોતાની પત્ની સાથે વાંધાજનક સ્થિતિમાં જોયો હતો, જે બાદ તેણે યુવક પર હુમલો કર્યો. જો કે આ મામલામાં મહિલાએ રેપનો પણ આરોપ લગાવ્યો છે. આવા સમયે ઘટના પાછળની આખી કહાની અને તે રાતે શું થયું, તેની હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.
આ ઘટના બાંદા જિલ્લાના પૈલાની વિસ્તારનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક ગુજરાતમાં મજૂરી કરતો હતો. તહેવારના કારણે બે દિવસ પહેલા જ ગામડે આવ્યો હતો. ત્યાર બાદ તે પોતાના સંબંધમાં મામાના ઘરે ગયો હતો. ત્યાં બંનેએ બેસીને પહેલા તો દારૂ પીધો. યુવકના મામા થોડી વાર ચાલવા માટે છત પર ગયા. બાદમાં તેમની ઊંઘ ખુલી અને નીચે આવ્યા, તો તેણે પોતાની પત્ની સાથે યુવકને વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધો.
ત્યાર બાદ આ બાબતને લઈ ઝઘડો થયો. ગુસ્સામાં તેણે ડંડાથી યુવક પર ઘણા ઘા કર્યા. ઈજાના કારણે યુવકનું મોત થઈ ગયું. આરોપીએ એક સાથીની મદદથી લાશને મૃતકના ઘરના દરવાજા પર આવીને ફેંકી દીધી અને ભાગી ગયા. જ્યારે પરિવારના લોકોએ દરવાજા પર લાશ જોઈ તો હાહાકાર મચી ગયો. સૂચના મળતા જ પોલીસ આવી ગઈ.
બાંદાના ડેપ્યુટી એસપી પ્રતિજ્ઞા સિહે જણાવ્યું છે કે પૈલાની વિસ્તારમાં ૨૧ વર્ષના યુવક સાથે ધોકા વડે મારપીટ થઈ હતી. ઈજાના કારણે તેનું મોત થઈ ગયું છે. તેમણે કહ્યું કે, લાશને ફળિયામાં એક અન્ય વ્યક્તિની મદદથી દરવાજા પર ફેંકી જવાની જાણકારી મળી છે. સૂચના બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું અને પુરાવા એકઠા કર્યા.
તેની સાથે જ લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. પરિવારના આવેદનના આધાર પર પોલીસે કેસ નોંધી લીધો છે. ડેપ્યુટી એસપીના જણાવ્યા અનુસાર, નામજોગ બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલામાં આગળની કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં મહિલાએ રેપ થયો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
