<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

પહેલા ગર્લફ્રેન્‍ડને ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારીઃ પછી ટ્રેન નીચે કૂદયો એન્‍જિનિયર

સાયબર સિટી ગુરુગ્રામમાં એક સોફટવેર એન્‍જિનિયરે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી

ગુરુગ્રામ તા.૧૩: સાયબર સિટી ગુરુગ્રામમાં એક સોફટવેર એન્‍જાિનિયરે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. પોતાની મહિલા મિત્રની હત્‍યા કર્યા બાદ તેણે પણ ટ્રેન સામે કૂદીને જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસે જણાવ્‍યું કે, આરોપી યુવકની ઓળખ શ્રેષ્ઠ મલિક અને મૃતક યુવતીની ઓળખ ઇશાકા તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીએ પહેલા યુવતી પર ચાકૂથી અનેક ઘા મારી તેની નિર્દયતાથી હત્‍યા કરી અને પછી પોતે પણ આપઘાત કરી લીધો હતો.

પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, ઇશાકા ગુરુગ્રામના સેક્‍ટર-૫૫ વિસ્‍તારમાં રહેતી હતી. આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્‍યારે થયો જ્‍યારે પરિવારજનોએ તેને અનેક વખત ફોન કર્યા છતાં કોઈ જવાબ મળ્‍યો નહીં. સતત ફોન ન ઉપાડતાં કોઈ અનિચ્‍છનીય ઘટના બની હોવાની શંકા જતાં તેમણે તરત જ ગુરુગ્રામ પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતા જ પોલીસની ટીમ સેક્‍ટર-૫૫ સ્‍થિત ઇશાકાના રૂમ પર પહોંચી હતી. જ્‍યારે પોલીસે રૂમનો દરવાજો ખોલ્‍યો ત્‍યારે અંદરનું લ્લશ્‍ય જોઈ તેઓ પણ ચોંકી ગયા હતા. રૂમમાં ઇશાકાનો લોહીલુહાણ મૃતદેહ પડ્‍યો હતો. તેના શરીર પર ચાકૂના અનેક ઊંડા ઘાના નિશાન જોવા મળ્‍યા હતા.

બીજી તરફ પોલીસ ઇશાકાની હત્‍યાની તપાસમાં વ્‍યસ્‍ત હતી ત્‍યારે વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ઇશાકાની હત્‍યા કર્યા બાદ આરોપી સીધો ગુરુગ્રામ રેલવે સ્‍ટેશન પહોંચ્‍યો હતો. ત્‍યાં તેણે પૂરઝડપે આવી રહેલી ટ્રેન સામે કૂદી પડ્‍યો હતો, જેના કારણે ઘટનાસ્‍થળે જ તેનું મોત થયું હતું. ટ્રેન નીચે આવી જવાથી જીવ ગુમાવનાર આ યુવકની ઓળખ શ્રેષ્ઠ મલિક તરીકે થઈ છે, જે વ્‍યવસાયે સોફટવેર એન્‍જાિનિયર હતો.

ગુરુગ્રામ પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરીને શ્રેષ્ઠ મલિક અને ઇશાકા બંનેના મૃતદેહને કબજામાં લઈને પોસ્‍ટમોર્ટમ માટે સરકારી હોસ્‍પિટલના મોર્ચરીમાં મોકલી આપ્‍યા છે. ઘટનાસ્‍થળેથી પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્‍સિક ટીમની પણ મદદ લેવામાં આવી છે.

હાલ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. શ્રેષ્ઠ મલિક અને ઇશાકા વચ્‍ચે એવો કયો વિવાદ થયો હતો કે જેના કારણે આટલું ગંભીર પગલું ભરવામાં આવ્‍યું, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત બંનેના મોબાઇલ ફોનની કોલ ડિટેલ્‍સ (CDR) અને WhatsApp ચેટ્‍સની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી હત્‍યા અને આત્‍મહત્‍યાના આ સમગ્ર કેસની હકીકત સામે આવી શકે

(10:26 AM IST)