<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

પ્રથમ લગ્નનું મુહૂર્ત ૨૬મી જાન્‍યુ.એ છેલ્‍લું ૨૪મી જૂન

સિંહસ્‍થ ગુરુમાં ગંગા અને ગોદાવરીનદીના વચ્‍ચેના પ્રદેશમા લગ્ન નિષેધ : નવેમ્‍બર-ડિસેમ્‍બરમાં લગ્ન નહી હોવાથી ત્‍યાર પછીના સમયમાં લગ્ન માટે ધસારો, બાહ્મણો પાસે પણ તારીખો નક્કી થઈ

નવી દિલ્‍હી,તા.૧૭: દેવઉઠી અગીયારસ પછી માંગલીક કાર્યોનો સામાન્‍ય રીતે આરંભ થતો હોય છે, પરંતુ સિહસ્‍થ ગુરૂ હોવાથી કેટલાક શાષીય મત પ્રમાણે ગંગા થી ગોદાવરી નદી વચ્‍ચેના પ્રદેશમાં લગ્ન થતા નથી. આ મત પ્રમાણે નવેમ્‍બર ડિસેમ્‍બરના મહિનામાં એક પણ લગ્નનુ મહૂર્ત નથી. જયારે જાન્‍યુઆરીથી જુન વચ્‍ચેના મહૂર્તમાં લગ્નવિધી કરાવવા માટે કર્મકાંડી બાホોને અગાઉથીજ બુક કરી દેવામાં આવ્‍યા છે. પરિણામે છેલ્‍લી ઘડીએ નકકી થતા લગ્ન માટે બાહ્યો મળવા પણ મુશ્‍કેલ બનશે તેવી સ્‍થિતિ સર્જાઇ છે.

દેવઉઠી અગીયારસ પછી ચાતુર્માસ પણ પુર્ણ થતા લગ્ન, ગૃહ પ્રવેશ સહિતના માંગલીક કાર્યો શરૂ કરવામાં આવે છે. આ વર્ષે ૨૦મી નવેમ્‍બરના રોજ દેવઉઠી અગીયારસ છે. સામાન્‍ય રીતે આ બાદ માંગલિક કાર્યો શરૂ થાય છે. પરંતુ સિહ

રાશીમાં ગુરૂ હોવાથી લગ્ન થઈ શકે નહી તેવો શાસ્‍ત્રીય મત છે. જેમાં ગંગા થી ગોદાવરી નદી વચ્‍ચેના પ્રદેશમાં આ નિયમ લાગુ પડે છે. આ અંગેનુ કારણ આપતા શહેરના જયોતિષી દુષ્‍યંત પંડયાએ જણાવ્‍યુ હતુકે, સિંહ રાશીનો સ્‍વામી સૂર્ય છે. ગુરૂ સિંહ રાશીમાં પ્રવેશ કરે છે. ત્‍યારે ગુરૂનું બળ રહેતુ નથી. લગ્નમાં ગુરૂનું બળ હોવુ જરૂરી છે. જેના લીધે સિહસ્‍થ ગુરૂમાં લગ્ન સહિતની ધાર્મિક વિધી ગંગા થી ગોદાવરી વચ્‍ચેના પ્રદેશોમાં કરવામાં આવતા નથી. હાલમાં સિહ રાશીમાં ગુરૂછે ત્‍યારપછી કર્કમાં વકી થશે જે ૨૫મી જાન્‍યુઆરીથી થશે અને ૨૪મી જુન સુધી રહેશે. આથી લગ્નનું પ્રથમ મુહૂર્ત ૨૬મી જાન્‍યુઆરી અને છેલ્‍લુ મુહૂર્ત ૨૪મી જુન રહેશે. આ સમયગાળા માટે કર્મકાંડી બ્રાહ્મણોને પણ નવરાશ નથી. તેઓને પણ આ સમય માટે લગ્નવિધી કરાવવા નકકી કરી દેવામાં આવ્‍યા છે.

ગંગાથી ગોદાવરી વચ્‍ચેના પ્રદેશની યાદી

ગંગા થી ગોદાવરી નદી વચ્‍ચેના પ્રદેશમાં સિહસ્‍થ ગુરૂમાં લગ્ન નિષેધ છે. જોકે આ પ્રદેશોની યાદીમા કેટલાક શાષીય મતભેદ પણ છે. નીચે જણાવેલા પ્રદેશમાં લગ્ન સિહસ્‍થ ગુરૂમાં વર્જિત છે.

જ્જ પ્રદેશ રાજય જ્જ ગુજરાત જ્જ રાજસ્‍થાન જ્જ મધ્‍યપ્રદેશ જ્જ છત્તીસગઢ જ્જ ઉત્તરપ્રદેશનો મોટોભાગ જ્જ બિહારનો દક્ષિણભાગ જ્જ ઓડિશા જ્જ મહારાષ્ટ્રનો ઉત્તરભાગ

વૈદિક લગ્નના નામે ઇવેન્‍ટ મેનેજમેન્‍ટનો પગ પેસારો

કાંઇક અલગ કરવાના જીજ્ઞાસા ધરાવતા લોકો માટે ઇ વેન્‍ટમેનેજમેન્‍ટ લગ્નવિધીને સમારંભ સાથે વૈવિધ્‍યતા લાવવા પગ પેસારો કર્યો છે. ઇવેન્‍ટમેનેજમેન્‍ટના કર્મીઓ દ્વારા લગ્નની ચોરી થી પણ અલગ એક સ્‍ટેજ બનાવાય છે. આ સ્‍ટેજ પર બ્રાહ્મણો તેઓજ લાવે છે. તેઓ માટે ડ્રેસ કોર્ડ હોય છે. આ બ્રાહ્મણો ધાર્મિક વાતાવરણ ઉભુ કરવા માટે વિવિધ શ્‍લોક અને મંત્રોનુ ઉચ્‍ચારણ કરતા હોય છે. તેને લગ્નવિધી સાથે કોઇ લેવાદેવા નથી. તેઓ માઇક પર મંત્રો ભણે છે. જયારે ચોરીમાં બેઠેલા ભૂદેવ તેમની રીતે લગ્નની વિધી કરાવે છે.

(10:15 AM IST)