<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

પૂર ઈફેક્‍ટઃ કરોડોનું ઉત્‍પાદન ઠપ્‍પઃ સપ્‍લાઈ ચેન અસ્‍તવ્‍યસ્‍તઃ માલ-સામાનની હેરફેર પણ અટકી

દ.ગુજરાતના હબ જેવા શહેરોમાં હજુ પાણીઃ કન્‍ટેનરો પણ ફસાયા

મુંબઈ,તા.૨૮: રાજ્‍યમાં ગત સપ્તાહમાં ભારેથી અતિ ભારે વરસાદના પગલે ઠેર ઠેર આવેલા પૂરના કારણે નેશનલ હાઈ વે, સ્‍ટેટ હાઇવે સહિતના માર્ગો ઉપર હજી પણ પાણી ભરાયેલા છે તેના પગલે વાહન વ્‍યવહાર હજી પણ પ્રભાવિત છે. હજી પણ ટ્રાન્‍સપોર્ટેશન પૂર્વવત થયું નથી. ટ્રાન્‍સપોર્ટ કંપનીઓના વાહનો ઠેર ઠેર હજી અટવાઈ ગયા છે.જેના પગલે ઉદ્યોગોની સપ્‍લાય ચેઇન ખોરવાઈ જતાં કરોડો રૂપિયાનું ઉત્‍પાદન ઠપ થઇ જવા પામ્‍યું છે. બીજી તરફ ઘણા વિસ્‍તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્‍યાના પગલે ઉત્‍પાદન પ્રક્રિયાને અસર પડી છે.

દ.ગુજરાતના ઔદ્યોગિક વિસ્‍તારો ઉમરગાવ, વાપી, વલસાડ,સુરત તેમજ સંથ પ્રદેશના સેલવાસ, દમણ સહિતના વિસ્‍તારોમાં હજી પણ માર્ગો ઉપર પાણી છે. જેના પગલે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ભારે અસર પડી છે. એક્‍સપોર્ટના કંટેઈનરો માર્ગમાં જ અટવાઇ જવા પામ્‍યા છે. બીજી તરફ નેશનલ હાઇવે અને સ્‍ટેટ હાઈવે પર ઠેર ઠેર પાણીના કારણે ટ્રક ચાલકોને પણ ભારે મુશ્‍કેલી પડી રહી છે. જ્‍યારે મધ્‍ય ગુજરાતમાં અમદાવાદના ઓઢવ, નરોડા, વટવા,નારોલ , સાણંદ, ચાંગોદર સહિતના વિસ્‍તારોમાં છેલ્‍લા પાંચ દિવસથી વરસાદી પાણીની સમસ્‍યા હોવાના કારણે રવિવાર સુધી ઉત્‍પાદન લગભગ ઠપ થયું હતું અથવા તો ઘણી ઓછી ક્ષમતાથી થયું હતું. આ વિસ્‍તારોમાં પાણી ભરાઈ જવાના કારણે સલામતીના કારણે વીજળી બંધ રાખવાની ફરજ વીજ કંપનીને પડી હતી. બીજી તરફ કર્મચારીઓ પણ ફરજ પર આવી શકયા ન હતા જેના પગલે ઉત્‍પાદનને અસર પડી હતી. રાયાં કચ્‍છ સિવાય તમામ વિસ્‍તારોમાં ભારે વરસાદના પગલે

ટ્રાન્‍સપોર્ટેશનને સીધી અસર પડી છે. અમદાવાદના ઔદ્યોગિક વિસ્‍તારોમાં માલસામાન પહોંચાડતી ટુકો ઘણા ઠેકાણે પાણીમાં હોવાના કારણે હજી સમસ્‍યા વકરી છે. અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર પણ હજી ટ્રાન્‍સપોર્ટેશનની સમસ્‍યા રહી હતી. જોકે તંત્રનો દાવો છેકે, પરિસ્‍થિતિ ઝડપથી થાળે પડી છે.

નિકાસકારો વૈશ્વિક અને સ્‍થાનિક પરિસ્‍થિતિથી મુશ્‍કેલીમાં

નિકાસકારો વૈશ્વિક પરિસ્‍થિતિ એટલે કે ઇરાન-અમેરિકા વચ્‍ચેના યુધ્‍ધના કારણે છેલ્‍લા ઘણા સમયથી દરિયાઇ પરિવહન અને હવાઇ પરિવહનના ફેઇટ યાર્જમાં જંગી વધારાથી મુશ્‍કેલી અનુભવી રહ્યા છે. મુંબઇ પોર્ટ ખાતે કન્‍ટનરોનો ભારે ભરાવો થયો છે. જહાજોના સમય પણ સચવાતા નથી. બીજી તરફ દરિયાઇ માર્ગે માલસામાનની હેરફેરના દર ૬૦ થી ૭૦ ટકા વધી જવા પામ્‍યા છે. વીમાનો ખર્ચ ગણનાપાત્ર રીતે વધી ગયો છે, તેમાંય છેલ્‍લા સપ્તાહમાં નેશનલ હાઇવે ૪૮ ઉપર સુરત-મુંબઇના રૂટ પર ઠેર ઠેર પાણી ભરાઇ જવાના કારણે કંટેઈનરો અટવાઇ જવા પામ્‍યા હતા. આજથી પરિસ્‍થિતિ હળવી બની હોવાનું જણાવાય છે.

ફાર્મા કંપનીઓને પેકેજિંગ મટિરીયલની ઇન્‍વેનટરીની મુશ્‍કેલી

મધ્‍ય -દક્ષિણ ગુજરાતમાં આવેલી ફાર્મા કંપનીઓ પાસે દવાનોનો સ્‍ટોક એક થી દોઢ મહિના સુધીનો હોય છે. જોકે આ દવાઓના પેકિગનો જથ્‍થો ૧૫ દિવસથી સુધીનો હોય છે. આમ પેકિગ મટિરીયલની સમસ્‍યા પણ ફાર્મા કંપનીઓ અનુભવી રહી છે. લોજિસ્‍ટિક મેનેજરોને આ સમસ્‍યા હલ કરવા માટે દોડધામ કરવી પડે છે.

ટ્રાન્‍સપોર્ટરો પણ સલામતીને પ્રાધાન્‍ય આપે છે

ટ્રાન્‍સપોર્ટરો પણ સલામતીને પ્રાધાન્‍ય આપે છે. જેના પગલે જો માર્ગ ઉપર પાણી ભરાયા હોય અને આગળ જવાનું સલામત ન લાગે તો ટ્રકોને સલામતી રીતે નજીકના ઢાબા કે પેટ્રોલ પંપ ખાતે પાર્ક કરી દેવામાં આવે છે. પરિસ્‍થિતિ હળવી થાય પછી જ આગળ જવાનું તેઓ મુનાસીબ માને છે.

(10:15 AM IST)