તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Wednesday, 30th September 2026
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ : હાઈજેકના અહેવાલો વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે આપી સ્પષ્ટતા
ઉત્તરી સાઉદી અરેબિયા પર ઈમરજન્સી જાહેર કરી વિમાન પરત ફરતાં ઈઝરાયેલી વાયુસેનાના ફાઈટર જેટ્સ રવાના કરાયા હતા : હાઈજેકની આશંકાને પીએમ કાર્યાલયે ફગાવી

તેલ અવીવ: દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની એક બોઈંગ 737 MAX ફ્લાઈટે બુધવારે અચાનક ઈમરજન્સી જાહેર કરતાં હવાઈ ક્ષેત્રમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઉત્તરી સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્ર ઉપરથી વિમાને ઈમરજન્સી સિગ્નલ આપીને પરત દુબઈ તરફ વળાંક લીધો હતો. આ ઘટના બાદ હિબ્રૂ મીડિયામાં ફ્લાઈટ હાઈજેક થઈ હોવાના અહેવાલો પ્રસરી જતાં ખળભળાટ મચી ગયો હતો.
અહેવાલો મુજબ, પ્લેન હાઈજેક થવાની આશંકાને પગલે ઈઝરાયેલી વાયુસેનાના ફાઈટર જેટ્સને તાત્કાલિક ધોરણે આકાશમાં રવાના કરવામાં આવ્યા હતા.
જોકે, આ ઘટના અંગે ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂના કાર્યાલયના પ્રવક્તાએ સ્પષ્ટતા જારી કરતાં જણાવ્યુ છે કે વિમાન હાઈજેક થવાની કોઈ ઘટના બની નથી અને આવી તમામ અટકળોને તેમણે નકારી કાઢી છે. વાયુસેના દ્વારા ફાઈટર જેટ્સ મોકલવા અંગે તેમજ ઈમરજન્સીના ચોક્કસ કારણો અંગે વાયુસેના તરફથી સત્તાવાર વિગતો બહાર આવવાની બાકી છે, તેમ હિન્દુસ્તાન ટાઈમ્સ ના એક અહેવાલ થકી જાણવા મળી રહ્યું છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
