<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

AICCના દેશવ્યાપી ‘વોટ બચાવો, દેશ બચાવો’ કાર્યક્રમ અંતર્ગત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ ગુજરાતના પ્રવાસે

મતદાર યાદીમાં પોતાનું નામ કેવી રીતે ચકાસવું અને નામ ઉમેરાવવા શું કરવું તે અંગે જાણકારી અપાશે

અમદાવાદ :મહારાષ્ટ્રના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ ગુજરાત પ્રવાસે છે. AICCના દેશવ્યાપી ‘વોટ બચાવો, દેશ બચાવો’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. SIR પ્રક્રિયાને લઈને કોંગ્રેસના કાર્યકરોને માર્ગદર્શન આપશે . મતદાર યાદીમાંથી નામ કપાઈ જવાની આશંકા વચ્ચે મતદારોને જાગૃત કરવાના પ્રયાસ હાથ ધરાયા છે  મતદાર યાદીમાં પોતાનું નામ કેવી રીતે ચકાસવું અને નામ ઉમેરાવવા શું કરવું તે અંગે જાણકારી અપાશે, કાર્યકરોને SIR પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપવા ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે . જૂના સાથીઓને મળીને આનંદ થયો હોવાની લાગણી પૃથ્વીરાજ ચૌહાણે વ્યક્ત કરી  હતી 

(6:36 PM IST)