News of Wednesday, 11th November 2026
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની તબિયત બગડતા મોડી રાત્રે હોસ્પિટલ ખસેડાયા, આંખની તપાસ બાદ જેલમાં પરત
રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ પીટીઆઈ સુપ્રીમોને ઇસ્લામાબાદની હોસ્પિટલમાં લેવાયા, કડક સુરક્ષા વચ્ચે તબીબી સારવાર પૂર્ણ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના રાજકારણમાં મંગળવારે (૧૦ નવેમ્બર, ૨૦૨૬) મોડી રાત્રે એકાએક હલચલ મચી ગઈ હતી, જ્યારે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને તબીબી સારવાર અર્થે અદિયાલા જેલમાંથી અચાનક ઇસ્લામાબાદની ખ્યાતનામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે મોડેથી તેમને સારવાર પૂરી પાડ્યા બાદ સઘન સુરક્ષા વચ્ચે ફરીથી જેલમાં પાછા લાવવામાં આવ્યા હોવાની માહિતી સરકારી સૂત્રો દ્વારા આપવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, રાવલપિંડીની કુખ્યાત અદિયાલા જેલમાં લાંબા સમયથી કેદ રહેલા ખાનની પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) ખાતે વિશેષ તબીબી ટીમ દ્વારા આંખની ઝીણવટભરી તપાસ અને ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેની પુષ્ટિ બુધવારે (૧૧ નવેમ્બર) એક વરિષ્ઠ અધિકારી દ્વારા કરવામાં આવી છે.
ઇમરાન ખાનની સ્વાસ્થ્ય સંબંધિત આ અચાનક મુવમેન્ટને કારણે પાકિસ્તાની મીડિયા અને તેમના સમર્થકોમાં ભારે ચિંતા અને ઉત્સુકતા જોવા મળી હતી, જોકે હોસ્પિટલ પ્રશાસન અને જેલ સત્તાવાળાઓએ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું. સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા અને તમામ જરૂરી મેદિકલ ટેસ્ટ પૂર્ણ થયા બાદ સુરક્ષિત રીતે જેલના બેરેકમાં પરત મોકલી દેવામાં આવ્યા હતા.
અગાઉ પણ જેલવાસ દરમિયાન ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી, ત્યારે આ તાજેતરની હોસ્પિટલ મુલાકાતે રાજકીય આલમમાં ફરીથી ચર્ચા જગાવી છે, અને હવે આગામી દિવસોમાં તેમની તબિયતને ધ્યાનમાં રાખીને જેલ પ્રશાસન દ્વારા વધારાની તબીબી સુવિધાઓ કે ટેસ્ટ કરાવવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
