News of Thursday, 2nd July 2026
એનર્જી ડ્રિન્ક્સ બ્રાન્ડ્સ પર FSSAI ત્રાટકીઃ ૬ને નોટિસ
રેડબુલ અને પેપ્સિકો સામેલ : એનર્જી ડ્રિન્ક્સના દાવા મિસબ્રાન્ડિંગ અને ગેરમાર્ગે દોરનારા હોવાનો રેગ્યુલેટરનો દાવો

નવી દિલ્હી,તા.૦૨: ફૂડ રેગ્યુલેટર એફએસએસએઆઈએ છ બેવરેજીસ ફર્મને નોટિસ જારી કરી છે. તેમા રેડ બુલ અને પેપ્સિકો ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે. એફએસએસએઆઈનું કહેવું છે કે આ કંપનીઓ એનર્જી ડ્રિન્ક્સના નામે ફૂડ રેગ્યુલેટર એફએસએસએઆઈએ છ બેવરેજીસ ફર્મને નોટિસ જારી કરી છે. તેમા રેડ બુલ અને પેપ્સિકો ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે. એફએસએસ એઆઈનું કહેવું છે કે આ કંપનીઓ એનર્જી ડ્રિન્ક્સના નામે મિસબ્રાન્ડિંગ કરે છે અને ગેરમાર્ગે દોરતા દાવા કરે છે. મસબ્રાન્ડિંગ કરે છે અને ગેરમાર્ગે દોરતા દાવા કરે છે.
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનડી જિન્ક્સ તરીકે મિસબ્રાન્ડિંગ કરતી અને ગેરમાર્ગે દોરતા દાવા કરતી કેટલીય બ્રાન્ડ્સને નોટિસ ફટકારી છે, એમ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું.
આ સંદર્ભમાં છ બ્રાન્ડ્સ રેડ બુલ એનર્જી ડ્રિન્ક, પેપ્સિકો એન્ડ્રીલિન એનર્જી ડ્રિન્ક, રિલાયન્સ કન્સન્ઝ્યુમર પ્રોડક્ટ્સની કેમ્પા એનર્જી ડ્રિન્ક ગોલ્ડ બૂસ્ટ, સ્ટિંગ એનર્જી ડ્રિન્ક, હેલ એનર્જી અને કોકા કોલા સમર્થિત મોન્સ્ટર એનર્જીને નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે હજી સુધી છ બ્રાન્ડ્સમાંથી કોઈએ મગનું નામ મરી પાડયું નથી. એફએસએસઆઈની નોંધ છે કે તેણે એનર્જી ડ્રિન્ક કે તેવી જ પ્રોડ્રકટ્સ માટે કોઈનોટિફાઈડ સ્ટાન્ડર્ડ બહાર પાડયું નથી. અને આ બ્રાન્ડ્સ એનર્જી ડ્રિન્કના નામે પ્રોડક્ટનું બ્રાન્ડિંગ અને લેબલિગ કરી રહી છે. રેગ્યુલેટરે જણાવ્યું હતું કે શરીર અને મગજને ઉત્સાહ ઉમંગથી ભરી દે, ! ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં વધારો કરે, ઉર્જાસ્તર વધારે, સામાન્ય નબળાઈ દૂર કરે તેવા દાવા જાહેરાતોમાં કરવા તે ફૂડ પ્રોડક્ટ્સના એફએસએસ એક્ટ ૨૦૦૯ હેઠળ કરી શકાય તેમ નથી.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
