<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ઈથેનોલ અને પાણીથી ચાલતા સ્‍ટવને ગડકરીએ લોન્‍ચ કર્યો

ઈથેનોલ એલજીપી કરતા સસ્‍તું : ગડકરી : શેરડી, મકાઈ અને અન્‍ય પદાર્થોના મિશ્રણથી તૈયાર ઇથેનોલના ઉપયોગથી ખેડૂતોને ફાયદાની આશા

દેશમાં હજુ પણ રસોઈ ગેસ એલજીપીની અછતના અહેવાલો સામે આવી રહ્યા છે, જ્‍યારે ભાવ પણ વધ્‍યા છે. એવામાં હવે કેન્‍દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ઇથેનોલ આધારિત સ્‍ટવ ટેક્રોલોજીને લોન્‍ચ કરી છે. સાથે જ દાવો કર્યો છે કે ઇથેનોલથી ચાલતા સ્‍ટવના ઉપયોગથી એલપીજી કરતા પણ સસ્‍તા દરે રસોઈ બનશે.

નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં નવી જ ટેક્રોલોજીથી ચાલતા આ સ્‍ટવને લોન્‍ચ કરતી વખતે ગડકરીએ દાવો કર્યો હતો કે ઈથેનોલ એલપીજી કરતા પણ સસ્‍તો છે. સાથે જ પર્યાવરણને પણ કોઈ જ નુકસાન નહીં થાય. આ સ્‍ટવ મૂળ ભારતમાં જ તૈયાર કરાયો છે. જેમાં સીધુ ઈથેનોલ ઉપયોગમાં નથી લેવાતું, ઇથેનોલમાં પાણી પણ મિક્‍સ કરવામાં આવે છે. બન્નેના મિશ્રણથી એક સ્‍વચ્‍છ કુકિગ ફલેમ બને છે. ઈથેનોલ આલ્‍કોહોલ આધારિત

બાયોફયૂલ છે જે મૂળ શેરડી, મકાઇ અને કૃષિ બાયોમેસમાંથી તૈયાર કરવામાં આવે છે. તેથી મંત્રીનો દાવો છે કે આ પ્રકારના ઇંધણના ઉપયોગથી શેરડી અને મકાઈના ખેડૂતોને ફાયદો થશે. સાથે જ કૂકિગનો જે ખર્ચો થાય છે તેમાં પણ ઘટાડો થશે. આ પહેલા આફ્રિકા, લેટિન અમેરિકા વગેરેમાં પણ આ પ્રકારના ઇથેનોલ સ્‍ટવનું પરીક્ષણ થઇ ચુક્‍યું છે. જોકે સમગ્ર દેશમાં ઇથેનોલ આધારિત સપ્‍લાય ચેઈન ઉભી કરવી મોટો પડકાર બની શકે છે

(10:08 AM IST)