News of Monday, 29th June 2026
ગણેશોત્સવમાં PoPના નહીં, માટીના બાપ્પા પધરાવો
મન કી બાતમાં મોદીની દેશવાસીઓને હાકલ

નવી દિલ્હી,તા.૨૯: વડા પ્રધાન મોદીએ રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત‘ના ૧૩૫મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આગામી સપ્ટેમ્બર મહિનામાં આવી રહેલા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને મોદીએ અત્યારથી જ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવા ખાસ અપીલ કરી છે. તેમણે લોકોને પ્લાસ્ટર ઑફ પેરિસ (PoP) માંથી બનેલી મૂર્તિઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવા અને સ્થાનિક કુંભારો દ્વારા આપણા દેશની પવિત્ર માટીમાંથી જ બનાવેલી ગણેશ પ્રતિમાઓ ખરીદવાની વિનંતી કરી છે.
મોદીએ કહ્યું હતું કે ‘તમારા ઘર, સોસાયટી કે મંડળમાં સ્થાપિત થનારી બાપ્પાની મૂર્તિ આપણા સ્થાનિક કારીગરોના હાથે બનેલી હોવી જોઈએ. ખરીદતાં પહેલાં એ કયા દેશમાં અને કઈ સામગ્રીથી બની છે એની ચોક્કસ ચકાસણી કરો. જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે ‘વોકલ ફોર લોકલ‘ના સંકલ્પને સાચી મજબૂતી મળે છે. માટીની મૂર્તિઓ પાણીમાં કુદરતી રીતે ઓગળી જાય છે, જેથી નદી-તળાવો અને પર્યાવરણ સુરક્ષિત રહે છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
