News of Monday, 19th October 2026
ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાતે ગૌતમ અદાણી દંપતી
ગુરુદેવશ્રી રાકેશજીના આશીર્વાદ મેળવી સેવાના સંકલ્પને આપ્યો નવો સ્પર્શ : નવરાત્રિના પાવન અવસરે સત્સંગમાં સહભાગી બન્યા ગૌતમભાઈ અદાણી, સત્સંગ બાદ ડો. પ્રીતિબેન અદાણીએ આશ્રમમાં આદિવાસી મહિલાઓ અને દિવ્યાંગ બાળકો સાથે સંવેદનાસભર ક્ષણો વિતાવી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯ :.. નવરાત્રિના પવિત્ર પર્વે દક્ષિણ ગુજરાતના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં આધ્યાત્મિકતા, સેવા અને માનવકલ્યાણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડો. પ્રીતિબેન ગૌતમ અદાણીએ રવિવારે આશ્રમની મુલાકાત લઈ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન દંપતીએ આધ્યાત્મિક સાધના સાથે માનવસેવાના વિવિધ આયામોને નજીકથી નિહાળ્યા હતા.
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X' પર પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રીતિ સાથે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના સાંનિધ્યમાં વિતાવેલી ક્ષણો અત્યંત આધ્યાત્મિક રહી હતી. વિશ્વની સૌથી ઊંચી શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમાના ચરણ પ્રક્ષાલન કરવાની પવિત્ર વિધિ તેમના માટે અત્યંત ભાવપૂર્ણ અને સ્મરણીય અનુભવ બની હતી.
મુલાકાત દરમિયાન પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ સાધના અને સેવાના અતૂટ સંબંધ પર ભાર મૂકતાં જીવનમાં ઙ્કાપ્ત સંસાધનો, શક્તિઓ અને તકોનો ઉપયોગ વ્યાપક જનકલ્યાણ માટે કરવાની પ્રેરણા આપી હતી. ગૌતમ અદાણી અને ડો. પ્રીતિબેન અદાણીએ આશ્રમના ધ્યાન અને આધ્યાત્મિક પ્રવચનોના કેન્દ્ર ‘રાજ સભાગળહ'માં યોજાયેલા સત્સંગમાં ભાગ લીધો હતો. અહીં માનવજીવનના ઉદ્દેશ્ય, આત્મિક વિકાસ અને આધ્યાત્મિક સાધનાના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૌતમ અદાણીએ મિશનના યુવા વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. વિવિધ શૈક્ષણિક પળષ્ઠભૂમિ ધરાવતા આ યુવાનો સામાજિક અને માનવતાવાદી પ્રવળત્તિઓમાં યોગદાન આપી રહ્યા છે.
ડો. પ્રીતિબેન અદાણીએ આશ્રમ ખાતે કાર્યરત ‘શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વિમેન'ની મુલાકાત દરમિયાન કૌશલ્ય વિકાસ, આજીવિકા અને ઉદ્યોગસાહસિકતાના કાર્યક્રમોનો લાભ લઈ રહેલી આદિવાસી મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. આ પહેલો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા અને આર્થિક રીતે સશક્ત થવાની તકો પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે ‘શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર'ની મુલાકાત દરમિયાન દિવ્યાંગ બાળકોને તબીબી સાધનોના વિતરણમાં સહભાગી બની સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો. આ ઉપરાંત, જિનમંદિરમાં ભગવાન મહાવીરની પૂજા-અર્ચના કરી આધ્યાત્મિક શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન ગૌતમ અદાણીએ મિશનની માનવતાવાદી શાખા ‘શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર' સાથે સહયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે ડો. પ્રીતિ અદાણીએ અદાણી ફાઉન્ડેશનના સેવાકાર્યો સાથે સુસંગત રીતે સંસ્થાની દૃષ્ટિ સંભાળ પહેલમાં સહયોગની શકયતાઓ અંગે ચર્ચા કરી હતી. લગભગ ૩૫૫ એકરમાં વિસ્તરેલો શ્રીમદ રાજચંદ્ર આશ્રમ SRMDનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય છે. વર્ષ ૧૯૯૪માં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા સ્થાપિત આ મિશન છ ખંડોમાં ૧૪૨થી વધુ કેન્દ્રો દ્વારા આધ્યાત્મિક જાગળતિ અને માનવસેવાની પ્રવળત્તિઓ આગળ ધપાવી રહ્યું છે. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે જાણીતા જૈન સંત શ્રીમદ રાજચંદ્રજીના વિચારોમાંથી પ્રેરણા મેળવી મિશન શિક્ષણ, જ્ઞાન, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આંતરિક પરિવર્તનના માર્ગે કાર્યરત છે.
મિશનની માનવતાવાદી શાખા ‘શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર' આરોગ્યસંભાળ, શિક્ષણ, માનવતાવાદી સહાય, પ્રાણીકલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં કાર્ય કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષના પ્રારંભમાં ગૌતમ અદાણીએ અયોધ્યા, કોલકાતાના કાલીઘાટ અને ઉત્તર ગુજરાતના તારંગા હિલ્સ ખાતે આવેલા જૈન મંદિરની મુલાકાત લીધી હતી. ૧ મેના રોજ લગ્નજીવનનાં ૪૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે અદાણી દંપતીએ કેદારનાથ ધામની મુલાકાત પણ લીધી હતી. ધરમપુરની આ મુલાકાતે આધ્યાત્મિક શ્રદ્ધા, સામાજિક જવાબદારી અને માનવસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરી એકવાર ઉજાગર કરી હતી.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
