News of Thursday, 22nd October 2026
લોકપ્રિય વેબ બ્રાઉઝર ગેમ 'સ્ટીક રન' ના સર્જક અને જર્મન પ્રભાવક મેન્યુઅલ ઓટ્ટોનું ટ્વિચ લાઇવસ્ટ્રીમ દરમિયાન કરુણ અને આઘાતજનક મૃત્યુ: ઓનલાઈન પ્રસારણમાં જાતે જ આગ લગાડીને જીવન ટૂંકાવ્યું
દક્ષિણપૂર્વ જર્મનીના બાવેરિયા પ્રદેશમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનાથી વૈશ્વિક ગેમિંગ જગતમાં ભારે શોક અને અરેરાટી; કરોડો ખેલાડીઓના દિલ પર રાજ કરનાર ગેમના સર્જકની વિદાયથી મિત્રો અને પ્રશંસકોમાં સ્તબ્ધતા.

બર્લિન : જર્મની અને આખી દુનિયાના ગેમિંગ જગતમાંથી એક અત્યંત ચોંકાવનારા અને કાળજું કંપાવનારા સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય વેબ બ્રાઉઝર અને મલ્ટિપ્લેયર ગેમ 'સ્ટીક રન' (Stick Run) ના સર્જક તથા પ્રખ્યાત જર્મન પ્રભાવક મેન્યુઅલ ઓટ્ટોનું ટ્વિચ (Twitch) પર લાઇવસ્ટ્રીમ ચાલુ હતું તે દરમિયાન આત્મહત્યા કરવાથી કરુણ મૃત્યુ થયું છે. ગેમના પ્રવક્તા અને સત્તાવાર સૂત્રો દ્વારા આ દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. દક્ષિણપૂર્વ જર્મનીના બાવેરિયા પ્રદેશમાં એક નિવાસસ્થાન પર આગ લાગ્યા બાદ મેન્યુઅલ ઓટ્ટોનો નિર્જીવ મૃતદેહ મળી આવ્યો હતો, જેને સ્થાનિક પાડોશી દ્વારા સૌપ્રથમ જોઈને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ દુર્ઘટના બાદ ટ્વિચ પ્લેટફોર્મ દ્વારા ત્વરિત પગલાં લેતા ઓટ્ટોની ચેનલ અને આ ઘટના સાથે જોડાયેલા તમામ વીડિયો કાયમ માટે હટાવી દેવામાં આવ્યા છે. ટ્વિચના પ્રવક્તાએ ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ઘટના અત્યંત ભયાનક છે અને પ્લેટફોર્મ માટે વપરાશકર્તાઓનું માનસિક સ્વાસ્થ્ય સર્વોપરી છે. સત્તાવાર સ્ટીક રન ટીમ દ્વારા ફેસબુક પર એક ભાવનાત્મક નિવેદન જારી કરીને લખવામાં આવ્યું હતું કે, "અમે ભારે હૃદયથી અમારા સર્જક અને સાથીદાર માર્ક-મેન્યુઅલ એલેક્ઝાન્ડર ઓટ્ટોના નિધનની પુષ્ટિ કરીએ છીએ. તેમનો વારસો દરેક સ્મૃતિ અને આ ગેમ રમીને મોટા થયેલા લાખો ખેલાડીઓમાં હંમેશાં જીવંત રહેશે."
માત્ર ૧૪ વર્ષની નાની વયે ફેસબુક પર 'સ્ટીક રન' જેવી અત્યંત લોકપ્રિય ફ્રી-ટુ-પ્લે ગેમ બનાવનાર મેન્યુઅલ ઓટ્ટોનો જન્મ ૧૯૯૬માં જર્મનીમાં થયો હતો. બાળપણથી જ એનિમેટેડ ફિલ્મો અને કમ્પ્યુટર સ્કેચ બનાવવાનો શોખ ધરાવતા ઓટ્ટોએ પોતાની સર્જનાત્મકતાના બળે આ ગેમ વિકસાવી હતી, જેણે તે સમયની 'ફાર્મવિલે' જેવી વાયરલ ગેમ્સને પણ સખત સ્પર્ધા આપી હતી. એક અંદાજ મુજબ ડેસ્કટોપ અને મોબાઇલ ફોન પર વિશ્વભરમાં ૪૩ મિલિયનથી વધુ વખત રમાયેલી આ ગેમના સર્જકનું આ પ્રકારે અચાનક ચાલિ જવું સમગ્ર ટેકનોલોજી અને ગેમિંગ જગત માટે એક અપૂરતી ક્ષતિ સમાન છે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
