News of Sunday, 31st May 2026
અમેરિકાના આકાશમાં મહાકાય ઉલ્કા ફાટતા પ્રચંડ ધડાકો: ૩૦૦ ટન ટીએનટી જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ
નાસાએ કરી પુષ્ટિ: ૪૦ માઈલની ઊંચાઈએ ઉલ્કા ખાબકતા મેસેચ્યુસેટ્સ અને ન્યૂ ઈંગ્લેન્ડમાં ગભરાટ ફેલાયો

વોશિંગ્ટન: શનિવારે બપોરે અમેરિકાના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં આકાશમાંથી એક વિશાળ ઉલ્કા (ફાયરબોલ) ૪૦ માઈલની ઊંચાઈએ ફાટતા જબરદસ્ત વિસ્ફોટ સંભળાયો હતો, જેને નાસાએ સત્તાવાર સમર્થન આપ્યું છે.
અમેરિકાના ન્યૂ ઈંગ્લેન્ડ વિસ્તારમાં શનિવારે, ૩૦ મે ના રોજ બપોરે ૨:૦૬ કલાકે આકાશમાં એક વિશાળ તેજસ્વી આગનો ગોળો (ઉલ્કાપિંડ) જોવા મળ્યો હતો અને સાથે એક પ્રચંડ ધડાકો સંભળાયો હતો.
અમેરિકન મીટિઅર સોસાયટી અને પ્રત્યક્ષદર્શીઓના અહેવાલો મુજબ, આ ઉલ્કાપિંડ ઉત્તર-પૂર્વ મેસેચ્યુસેટ્સ અને દક્ષિણ-પૂર્વ ન્યૂ હેમ્પશાયરના આકાશમાં ૪૦ માઈલની ઊંચાઈએ ટુકડાઓમાં વિભાજિત થઈ ગયો હતો. નોઆ ના ગોઝ-૧૯ સેટેલાઇટે પણ આ ખગોળીય ઘટનાની નોંધ લીધી હતી.
નાસા દ્વારા સત્તાવાર પુષ્ટિ કરતા જણાવાયું છે કે શનિવારે બપોરે પૂર્વ મેસેચ્યુસેટ્સ, રોડ આઇલેન્ડ અને ઉત્તર-પૂર્વ અમેરિકાના અન્ય ભાગોમાં જે અજાણ્યો વિસ્ફોટ સંભળાયો હતો, તે વાસ્તવમાં પૃથ્વીના વાતાવરણમાં ઉલ્કાના પ્રવેશવા અને સળગી જવાના કારણે થયો હતો.
નાસાના વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ, આ ઉલ્કા તૂટી ત્યારે તેમાંથી આશરે ૩૦૦ ટન ટીએનટી બરાબર અત્યંત ભારે ઉર્જા મુક્ત થઈ હતી, જેના જ કારણે આટલો ભયાનક અવાજ ઉત્પન્ન થયો હતો.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
