News of Sunday, 20th September 2026
ઉત્તરાખંડના હિમાલયમાં ગ્લેશિયરો પીગળી રહ્યા છે
૨૫ કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતાઃસમીક્ષા મુજબ૧૯૯૦-૨૦૨૪ દરમિયાન ૨૩ મુખ્ય ગ્લેશિયરોમાં કુલ ૨૫,૬૨૧.૦૧ મીટરનો ઘટાડો નોંધાયો

દેહરાદુન : ઉત્તરાખંડમાં જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ સાથે જોડાયેલી એક ચિંતાજનક તસવીર સામે આવી છે. આનાથી વૈજ્ઞાનિકોની સાથે પર્યાવરણવિદોની ચિંતા પણ વધી ગઈ છે. ભારતીય મધ્ય હિમાલયમાંગ્લેશિયરો ઝડપથી પાછળ હટી રહ્યા છે. આ વાત એક નવી વૈજ્ઞાનિક સમીક્ષામાં સામે આવી છે. UPES, દેહરાદૂન અને વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીયોલોજીના સંશોધકોની આ સમીક્ષા ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ડિસ્કવર જીઓ સાયન્સમાં પ્રકાશિત થઈ છે.
આ અભ્યાસમાં ૧૯૯૦–૨૦૨૪ વચ્ચે પ્રકાશિત રિસર્ચ, ફિલ્ડ સર્વે, સેટેલાઇટ ઈમેજરી, ડ્ઢઈસ્ અને અન્ય અભ્યાસોનો સમન્વય કરવામાં આવ્યો છે. સમીક્ષામાં ૨૩ મુખ્ય ગ્લેશિયરો માટે કુલ ૨૫,૬૨૧.૦૧ મીટરનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. અભ્યાસના એક ભાગમાં સરેરાશ પાછળ હટવાનો દર ૨૩.૨૩ મીટર પ્રતિ વર્ષ બતાવવામાં આવ્યો છે, જ્યારે પાછળથી રિપોર્ટની સમરી ટેબલમાં આ દર ૨૪.૬૩ મીટર પ્રતિ વર્ષ આપવામાં આવ્યો છે, એટલે કે રિપોર્ટની અંદર આ સરેરાશને લઈને વિસંગતતા જોવા મળે છે.
ટિહરી ગઢવાલનો ખાતલિંગ ગ્લેશિયર સૌથી ઝડપથી પાછળ હટતા ગ્લેશિયરોમાં સામેલ છે, જેનો ૧૯૬૫–૨૦૧૪ દરમિયાન સરેરાશ પાછળ હટવાનો દર ૮૮ મીટર પ્રતિ વર્ષ નોંધાયો હતો, અને આ સમયગાળામાં તે લગભગ ૪.૩૪ કિમી પાછળ હટ્યો હતો, જેના લીધે ગ્લેશિયર નાના ભાગોમાં વિભાજિત થઈ ગયો.
પિંડારી માટે ૨૦૦૦–૨૦૧૮માં ૪૫.૮ મીટર/વર્ષ, મિલામ માટે ૧૯૭૨–૨૦૧૮માં ૩૭.૮ મીટર/વર્ષ, ગંગોત્રી માટે ૧૯૩૫–૨૦૦૪માં લગભગ ૨૨ મીટર/વર્ષ, ચોરાબાડી માટે ૬.૮ મીટર/વર્ષ અને ભાગીરથી માટે ૩.૭ મીટર/વર્ષનો દર નોંધાયો છે. સતોપંથના અલગ-અલગ અભ્યાસોમાં અલગ દરો મળ્યા છે.
અભ્યાસ અનુસાર ગ્લેશિયરોનો પીગળવાનો દર માત્ર તાપમાન પર નિર્ભર નથી કરતો. સુપ્રાગ્લેશિયર કાટમાળ (બરફની સપાટી પર જમા પથ્થર અને કચરો) ઘણા ગ્લેશિયરોમાં ઇન્સ્યુલેશનનું કામ કરે છે, અને સપાટીના પીગળવાના દરને ધીમું કરી શકે છે.
ગ્લેશિયરની ઊંચાઈ, ઢાળ, કદ અને દિશા પણ મહત્વપૂર્ણ છે. સમીક્ષામાં દક્ષિણ તરફના ગ્લેશિયરોમાં લગભગ ૧૮% સંકોચનનો ઉલ્લેખ છે. મિલામ ગ્લેશિયરમાં ૨૦૦૪ થી ૨૦૧૪ વચ્ચે લગભગ ૪૮૦ મીટર રીટ્રીટ નોંધાયું, અને તેની સામે લગભગ ૪૭ ગ્લેશિયર સરોવરો બન્યા હોવાની માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર લેક ગ્લેશિયરનો સરેરાશ રીટ્રીટ રેટ લગભગ ૩૪.૯ મીટર/વર્ષ, જ્યારે જમીની ગ્લેશિયરનો દર લગભગ ૨૨.૫ મીટર/વર્ષ રહ્યો હતો.
વરિષ્ઠ વૈજ્ઞાનિકોના મતે ઉત્તરાખંડના અપર અલકનંદા બેસિનમાં ૧૯૯૪ થી ૨૦૨૦ વચ્ચે ગ્લેશિયર વિસ્તારમાં ૪.૨ ં ૨.૯% નો ઘટાડો નોંધાયો છે. આ જ વિસ્તારમાં સ્નાઉટ રીટ્રીટ રેટ લગભગ ૯.૩ મીટર/વર્ષથી વધીને ૧૩.૩ મીટર/વર્ષ થયો છે. ૧૯૯૪ પછી સ્નોલાઇન લગભગ ૧૦૦ મીટર ઉપર ગઈ છે, અને ૦.૫ ચોરસ કિમીથી નાના ગ્લેશિયરોના ક્ષેત્રફળમાં ૧૫% સુધીનો ઘટાડો નોંધાયો છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
