તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Monday, 17th August 2026
ડંકી રૂટથી વિદેશ ના જતાઃ ભારતીય યુવકનો ધ્રુસકે ધ્રુસકે રડતો વીડિયો વાયરલ
મેક્સિકોમાં પકડાયેલા શીખ યુવકે વીડિયો બનાવી વેદના વ્યક્ત કરી : મને ખૂબ માર મારવામાં આવ્યો ચાલી શકું તેમ નથી મેક્સિકોમાં અનેક ભારતીયો ફસાયા છેઃ યુવકનો દાવો

નવી દિલ્હી તા.૧૭: વધુ રૂપિયા કમાવાની આશા સાથે વિદેશ જવું ઘણી વખત એત્યંત ખતરનાક પણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં મેક્સિકોમાં ફસાયેલા એક ભારતીયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતીય યુવક હાથ જોડીને ધ્રુસકે ધ્રુસકે રડતો જોવા મળી રહ્યો છે. સાથે લોકોને વિનંતી કરી રહ્યો છે કે ક્યારેય પણ ડંકી રૂટ (ગેરકાયદે)થી વિદેશ ના જવું જોઈએ.
એક ૩૩ સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એસએએફટીએના લાભનો દાવો કરી રહી છે. આ ટોળકીઓ ઈડોનેશિયા, થાઈલેન્ડ, મલેશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના અન્ય દેશોમાંથી સોપારીની આયાત કરી રહ્યા હતા, પરંતુ ભારતમાં આયાત કરાયેલી સોપારીનો મૂળ દેશ ખોટી રીતે બાંગ્લાદેશ હોવાનું જાહેર કરાઈ રહ્યું હતું, એમ નાણા મંત્રાલયે જણાવ્યું છે.
ડીઆરઆઈએ કોલકાતા અને વિશાખપટનમાં આયાતકારો, કસ્ટમ ડ્યુટી બ્રોકર અને આયાત-નિકાસ કોડધારકો સાથે સંકળાયેલા અનેક પરિસરોમાં એક સાથે દરોડા પાડ્યા, જે એક ભારતીય શીખ યુવક ધ્રુસકે ને ધ્રુસકે રડતો જોવા મળી રહ્યો છે, બે હાથ જોડીને આ યુવક લોકોને કહી રહ્યો છે કે તેઓ મહેરબાની કરીને ક્યારેય પણ ડંકી રૂટથી મેક્સિકોમાં પ્રવેશવા પ્રયાસ ના કરે. આ યુવક વધુમાં કહી રહ્યો છે કે હું ડંકી રૂટ દ્વારા પ્રવેશતા પકડાઈ ગયો હતો, મારી સાથે ખૂર મારપીટ કરવામાં આવી, મને ઢોર માર મારવામાં આવ્યો જેને કારણે હું ચાલી શકું તેવી સ્થિતિમાં નથી. વીડિયો જે યુવક ઉતારી રહ્યો હતો તેણે આ યુવકને ડંકી રૂટથી મેક્સિકો આવવા કહ્યું હતું, જોકે હવે તેને પણ પછતાવો થઈ રહ્યો છે. આ વીડિયોને યુવકે ૧૩મી ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો ગૃહતો જે અત્યાર સુધીમાં અનેક લોકોએ શેર કર્યો હતો. જોકે યુવકનું નામ સહિતની વિગતો આપવામાં નથી આવી, સાથે જ તેને ક્યાં રાખવામાં આવ્યો છે તેની પણ વિગતો જાહેર નથી થઈ શકી. વીડિયોમાં યુવક વધુમાં કહી રહ્યો છે કે ડંકી રૂટથી ઘૂસી ચુકેલા અનેક યુવકો મેક્સિકોમાં ફસાયેલા છે. નોંધનીય છે કે ડંકી રૂટ એ ગેરકાયદે કોઇ દેશમાં ઘૂસવા માટે જાણિતો શબ્દ છે
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
