<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

સોનામાં વધુ ૧૦૦૦ નો ઉછાળો

સોનાના ભાવ ૧,૫૦,૦૦૦ રૂા. થયાઃ ચાંદીના ભાવ સ્‍થિર

 

રાજકોટ, તા., ર૩: બુલીયન માર્કેટમાં  સતત ત્રીજા દિવસે સોનામાં તેજી જોવા મળી હતી અને વધુ ૧,૦૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનાના ભાવ ૧,પ૦,૦૦૦ રૂા.એ પહોંચી ગયા છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં આજે સોનામાં  વધુ ૧,૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૪૯,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૫૦,૦૦૦ રૂા. થયા છે.  સોનાના બિસ્‍કીટમાં ૧૦,૦૦૦ રૂા. વધતા સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૪,૯૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧પ,૦૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. તેજીના કારણે છેલ્લા ત્રણ દિવસમાં સોનામાં ૩પ૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. જોકે ચાંદીના ભાવમાં કોઇ વધઘટ ન હતી. ચાંદીના ભાવ ર,ર૮,૦૦૦ રૂા.ની સપાટીએ સ્‍થિર રહયા હતા.

(3:37 PM IST)