News of Monday, 18th May 2026
મિટીંગમાં સરકારનો હકારાત્મક અભિગમ પરંતુ ચોકકસ પરિણામ નહીં: બંધ યથાવત
મુંબઇ ખાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથેની

રાજકોટ તા.૧૮: પરમ દિવસે બુધવાર તા. ર૦ મે ર૦ર૬ના રોજ સમગ્ર ભારતની ‘દવાબજાર બંધ' સંદર્ભે મુંબઇ ખાતે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનીસ્ટ્રીના કેન્દ્રીય મંત્રી શ્રી પીયુષ ગોયલ સાથે ભારતના સાડા બાર લાખ જેટલા દવાઓના વેપારીઓના સંગઠન ઓલ ઇન્ડીયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ (AIOCD) ના પ્રમુખ શ્રી જે.એસ. શીંદે, જનરલ સેક્રેટરી શ્રી રાજીવ સિંઘલ, ફેડરેશન ઓફ ગુજરાત સ્ેટેટ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશન (FGSCDA) ના પ્રમુખ જશુભાઇ પટેલ, રીટેલ ડ્રગ્સ કેમીસ્ટ એસો. (RDCA) ના દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના હોદેદારો શ્રી યશ અગ્રવાલ, શ્રી પ્રશાંત દાનવે સહિતના દવાબજારના માંધાતાઓની મીટીંગ યોજાઇ હતી. જેમાં શ્રી જે.એસ.શીંદે, શ્રી રાજીવ સિંઘલ, જશુભાઇ પટેલ સહિતના હોદેદારોએ કેન્દ્રીય મંત્રીશ્રી પીયુષ ગોયલ સમક્ષ વર્ષ ર૦૧૮ અને ર૦ર૦નું ઓનલાઇન મેડીસીન સપ્લાય સંદર્ભેનું નોટીફીકેશન, કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતુ ભારે-ડીપ ડીસ્કાઉન્ટ, નાના વેપારીઓની સ્થિતિ, એ.આઇ (AI) બેઝડ પ્રિસ્ક્રીપ્શન, ટ્રાન્કયુલાઇઝર તથા નશાકારક દવાઓ ઇઝીલી ઓનલાઇન કેવી રીતે મેળવી શકાય? યોગ્ય-માન્ય ડોકટર્સના પ્રિસ્ક્રીપ્શનનની ખરાઇ કરવામાં ઘણી વખત મળતી નિષ્ફળતા દવાઓના બિઝનેસમાં ફીકસ માર્જીન (DPCO) હટાવી લેવાય તો ઓનલાઇન ફાર્મસી સામે ફાઇટ કરી શકાય ? નકલી દવાઓનો પગપેસારો સહિતના મુદ્દે વિસ્તૃત -ઉડાણપુર્વક રજુઆત -ચર્ચા કરી હતી. કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે દરેક મુદ્દાને ગંભીરતાથી સમજીને હકારાત્મક અભિગમ પણ દાખવ્યો હોવાનું શ્રી જશુભાઇ પટેલે અકિલાને જણાવ્યું હતું.
પરંતુ મિટીંગમાં ચોક્કસ પરીણામલક્ષી નિચોડ ન આવતા તથા હજુ થોડો સમય અસમંજસની સ્થિતિ સર્જાવાની દવાબજારમાં શકયતા હોય, સમગ્ર ભારતનું દવાબજાર બંધ યથાવત રાખવામાં આવ્યું છે. ખ્ત્બ્ઘ્ઝ દ્વારા એક મહિના પહેલા સરકારશ્રીને નોટીસ પીરીયડ આપવામાં આવ્યો હતો. પરંતુ કોઇ કારણસર મીટીંગ થઇ શકી ન હતી તેવું જાણવા મળે છે. ભારતના લાખો દવાના વેપારીઓની યોગ્ય માંગણીનો વહેલાસર અંત આવી જાય તેવુ દવાબજારના રાષ્ટ્રીય, રાજયકક્ષાના હોદેદારો ઇચ્છી રહયા છે. (૬.૧ર)
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
