News of Saturday, 1st August 2026
જુલાઈમાં GST કલેક્શન રૂ.૨.૧૧ લાખ કરોડના સર્વોચ્ચ શિખરે
આર્થિક મોરચે મોટો ધડાકોઃ દેશના અર્થતંત્રમાં તેજીનો સંકેતઃ GST વસૂલાતમાં ૧૫.૪%ના જોરદાર વધારો વૈશ્વિક તણાવ અને પડકારો છતાં ભારતીય બજારોમાં સ્થાનિક વપરાશ ધમધમ્યોઃ મહારાષ્ટ્ર કલેક્શનમાં પ્રમુખ સ્થાને તો હરિયાણા, ગુજરાત અને તેલંગાણા વળદ્ધિદરમાં રોકેટ ગતિએ આગળ વધ્યા

નવી દિલ્હી, તા.૧: ભારતીય અર્થતંત્ર માટે જુલાઈ ૨૦૨૬નો મહિનો ઐતિહાસિક સફળતા લઈને આવ્યો છે. દેશના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલાતે તમામ જૂના રેકોર્ડ તોડીને રૂ.૨,૧૧,૨૦૫ કરોડની અભૂતપૂર્વ ઊંચાઈ પ્રાપ્ત કરી છે. પヘમિ એશિયામાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક અનિヘતિતાઓ વચ્ચે પણ ભારતનું બજાર અડીખમ રહ્યું છે. ગયા વર્ષના જુલાઈ ૨૦૨૫ના રૂ.૧.૮૩ લાખ કરોડના આંકડાની સરખામણીએ આ વખતે ૧૫.૪% નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ બીજી વખત બન્યું છે જ્યારે માસિક ટેક્સ કલેક્શન રૂ.૨ લાખ કરોડનો આંકડો વટાવી ગયું હોય, જે દેશમાં વેપાર-ધંધાની મજબૂત સ્થિતિ અને ગ્રાહકોની ખરીદશક્તિ છતી કરે છે.
આ રેકોર્ડબ્રેક કલેક્શન પાછળ સ્થાનિક બજારની ખરીદી અને આયાત બંને ક્ષેત્રોનો મોટો ફાળો રહ્યો છે. જુલાઈ મહિનામાં સ્થાનિક વ્યવહારોમાંથી મળતી આવક ૧૦.૧% વધીને રૂ.૧.૪૫ લાખ કરોડ થઈ છે, જ્યારે આયાતી માલસામાન પરનો GST ટેક્સ ૨૮.૮% ના જંગી વધારા સાથે રૂ.૬૬,૫૧૧ કરોડે પહોંચ્યો છે. આ ઉપરાંત, વેપારીઓને અપાતા રિફંડમાં પણ ૧૩.૧% નો વધારો થયો છે, જેમાં નિકાસકારોને રૂ.૧૨,૨૮૮ કરોડનું રિફંડ ચુકવાયું છે. રિફંડ બાદ પણ સરકારની ચોખ્ખી (Net) GST આવક રૂ.૧.૮૧ લાખ કરોડ રહી છે, જે વાર્ષિક ધોરણે ૧૫.૮% નો મજબૂત વધારો દર્શાવે છે. એપ્રિલથી જુલાઈ સુધીના પ્રથમ ચાર મહિનામાં જ સરકારી તિજોરીમાં રૂ.૮.૪૩ લાખ કરોડ જમા થઈ ચૂકયા છે.
રાજ્યોના પ્રદર્શન પર નજર કરીએ તો દેશના આર્થિક એન્જિન ગણાતા મહારાષ્ટ્રે સૌથી વધુ રૂ.૩૨,૨૧૦ કરોડનો ટેક્સ એકત્રિત કરીને પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. પરંતુ ટકાવારીના હિસાબે સૌથી ઝડપી વળદ્ધિ નોંધાવવામાં હરિયાણા ૨૫% ના વધારા સાથે મોખરે રહ્યું છે. આ દોડમાં ગુજરાત અને તેલંગાણા પણ પાછળ નથી રહ્યા, બંને રાજ્યોએ ૧૯% નો શાનદાર વિકાસ દર દર્શાવ્યો છે. દક્ષિણના અન્ય રાજ્યો જેવા કે કર્ણાટક અને કેરળ તેમજ ઉત્તર પ્રદેશમાં પણ ટેક્સ કલેક્શનમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતનું અર્થતંત્ર માત્ર એકાદ-બે શહેરો પૂરતું સીમિત ન રહેતા સમગ્ર દેશમાં સમાન રીતે વેગ પકડી રહ્યું છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
