<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

સપ્‍ટેમ્‍બરમાં GST કલેક્‍શને તોડયા તમામ રેકોર્ડ ૧૪.૭%ના વધારા સાથે રૂ.૨.૦૩ લાખ કરોડને પાર!

મહારાષ્‍ટ્ર અને ગુજરાત સહિતના અગ્રેસર રાજ્‍યોમાં રેકોર્ડબ્રેક ટેક્‍સ વસૂલાતથી અર્થતંત્રમાં ઉત્‍સાહનો માહોલ : તહેવારોની મોસમ ટાણે જ મજબૂત સ્‍થાનિક વપરાશ અને આયાતમાં જબરદસ્‍ત ઉછાળાને કારણે સરકારી તિજોરી છલકાઈ

નવી દિલ્‍હી, તા.૧: તહેવારોની રોનક ખીલે તે પહેલા જ દેશના અર્થતંત્ર માટે અત્‍યંત આનંદદાયક અને રોમાંચક સમાચાર સામે આવ્‍યા છે. સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ માં ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ કલેક્‍શને તમામ જૂના રેકોર્ડ તોડી નાખતા વાર્ષિક ધોરણે ૧૪.૭% ના શાનદાર વધારા સાથે રૂ.૨.૦૩ લાખ કરોડનો જાદુઈ આંકડો વટાવી દીધો છે. આ માતબર કલેક્‍શન પાછળ દેશની અંદર મજબૂત બનેલો સ્‍થાનિક વપરાશ અને આયાત આવકમાં થયેલો મોટો વધારો મુખ્‍ય પરિબળો સાબિત થયા છે, જેના કારણે સરકારી તિજોરીમાં સંપત્તિનો પ્રવાહ બેફામ વહ્યો છે.

સત્તાવાર વિગતો મુજબ, સપ્‍ટેમ્‍બર મહિનામાં સ્‍થાનિક પ્રવળત્તિઓમાંથી થતી જીએસટી આવક ૧૦.૧% વધીને આશરે રૂ.૧.૩૮ લાખ કરોડ રહી હતી, જ્‍યારે આયાતમાંથી મળતો જીએસટી પૂરા ૨૬% ના ઉછાળા સાથે રૂ.૬૫,૫૨૫ કરોડ પર પહોંચી ગયો હતો. જોકે, આ દરમિયાન જીએસટી રિફંડમાં ૩% નો ઘટાડો થઈને તે રૂ.૨૭,૦૦૧ કરોડ નોંધાયું હતું, જેને બાદ કરતા સરકારનું ચોખ્‍ખું જીએસટી કલેક્‍શન તો ૧૮.૧% ના શાનદાર ઉછાળા સાથે રૂ.૧.૭૬ લાખ કરોડને પણ વટાવી ગયું છે. નાણાકીય વર્ષના પ્રથમાર્ધ (એપ્રિલથી સપ્‍ટેમ્‍બર) દરમિયાન કુલ જીએસટી વસૂલાત ૧૧.૬% વધીને રૂ.૧૨.૪૬ લાખ કરોડથી વધુ થઈ ચૂકી છે, જે દેશના વ્‍યાપારિક વિકાસની મજબૂત ગતિ દર્શાવે છે.

દેશના અગ્રેસર રાજ્‍યોમાં પણ આર્થિક ગતિવિધિઓ પૂરબહારમાં ખીલેલી જોવા મળી છે, જેમાં જીએસટી કલેક્‍શનની રેસમાં મહારાષ્‍ટ્ર દેશભરમાં મોખરે રહીને રૂ.૨૯,૯૮૬ કરોડ (૧૫% વળદ્ધિ) સાથે પ્રથમ ક્રમે છે. બીજી તરફ, ઉદ્યોગ અને વેપારના ગઢ ગણાતા આપણા ગુજરાતમાં પણ જીએસટી આવકમાં ૧૭%નો જબરદસ્‍ત વધારો નોંધાયો છે અને વસૂલાત સીધી રૂ.૧૨,૨૨૨ કરોડ પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત કર્ણાટકમાં રૂ.૧૩,૮૮૪ કરોડ (૧૬% વળદ્ધિ), ઉત્તર પ્રદેશમાં રૂ.૮,૮૮૨ કરોડ અને દિલ્‍હી તથા તેલંગાણામાં પણ ઉત્‍સાહજનક ટેક્‍સ વસૂલાત નોંધાઈ છે, જે આગામી તહેવારોમાં બજાર માટે અત્‍યંત આશાસ્‍પદ સંકેત આપી રહી છે.

(2:42 PM IST)