તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
વેપારીઓની નાનીનાની ભૂલોને કારણે હવેથી જીએસટી નંબર રદ નહીં થાય
ડેટા મિસમેચ, આઈટીસી સહિતના નિયમો હળવા કરવામાં આવ્યા

નવી દિલ્હી,તા.૨૦: વેપારીએ જીએસટી રિટર્ન ભરવામાં અથવા તો આઈટીસી લેવામાં ભૂલ કરી હોય તો વેપારીને નોટિસ આપી તેઓના નંબર રદ કરી દેવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હતી. જોકે તેના લીધે વેપારીઓએ ભારે પરેશાની વેઠવાનો વારો આવતો હતો. પરંતુ કેન્દ્ર સરકારે વેપારીઓ દ્વારા કરવામાં આવતી નાની નાની ભૂલોને કારણે જીએસટી નંબર રદ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ કારણોસર વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે. સાથે સાથે વેપારીઓના નંબર રદ કરવા માટે અધિકારીઓ દ્વારા જે દાદાગીરી કરવામાં આવતી હતી તેનો પણ અંત આવવાની શક્યતા જાણકારોએ વ્યકત કરી છે.
સીજીએસટી નિયમો ૨૦૧૭ના નિયમ ૨૧ (Rule 21)માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે ૧ નવેમ્બર, ૨૦૨૬થી અમલમાં આવી ગયો છે. આ સુધારા હેઠળ જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવા માટેના અનેક જાટિલ અને કડક કારણોને દૂર કરવામાં આવ્યા છે. જેનાથી કરદાતાઓ પર લટકતી રજિસ્ટ્રેશન રદ થવાની તલવાર હટી ગઈ છે. અગાઉ નાની-મોટી ટેકનિકલ ભૂલો કે નિયમોના ઉલ્લંઘન બદલ અધિકારીઓ દ્વારા સીધું જ વેપારીનું
જીએસટી રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવતું હતું. નવા સુધારા મુજબ વેપારીઓનો જીએસટી નંબર રદ કરવા માટેના નિયમો હળવા કરવામાં આવતા વેપારીઓને રાહત થવાની છે. કારણ કે જીએસટીમાં નંબર રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ સૌથી વધુ મુશ્કેલી વેપારીઓને થતી હતી. તેમાં કેટલાક અધિકારીઓ વેપારીઓને પરેશાન પણ કરતા હતા. તે અંગેની વ્યાપક ફરિયાદ બાદ આ સુધારો કરવામાં આવ્યો છે.
આ કારણોસર નંબર રદ નહિં થાય
ખોટી રીતે અથવા તો વધુ આઇટીસી લીધી હશે
જીએસટીઆર-૧ અને ૩બી રિટર્નના ડેટામાં તફાવત હશે
રોકડમાં ટેક્સ ભરવાની મર્યાદા સંબંધિત નિયમ ૮૬Bના ભંગ બદલ
એન્ટી-પ્રોફિટિયરિગ (નફાખોરી વિરોધી) જોગવાઈઓના ભંગ બદલ
જાહેર કરેલા સ્થળે ધંધો ન ચલાવવો તેમજ માલની વાસ્તવિક સપ્લાય વગર બિલ ઈશ્યૂ કરવા.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
