તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
૧૩ વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી એ GTA6 ગેમ લોન્ચ થઈ
ગેમ બનાવનાર કંપનીએ પ્રી-ઓર્ડરથી જ વૈશ્વિક સ્તરે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરીને બનાવ્યો રેકોર્ડ : ભારતમાં પ્લેસ્ટેશન ૫ અને XboX સિરીઝ X/S પ્લેટફોર્મ પર આ ગેમ મળશે, સ્ટાન્ડર્ડ એડિશનની કિંમત ૫૯૯૯ રૂપિયા અને અલ્ટિમેટ એડિશનની કિંમત ૭૪૯૯ રૂપિયા છે

નવી દિલ્હી,તા.૨૦: ગેમિગની દુનિયામાં જેની લગભગ ૧૩ વર્ષથી રાહ જોવાઈ રહી હતી એ ગેમ ગ્રેન્ડ થેફટ ઑટો (GTA)ની છઠ્ઠી સિરીઝ ગઈ કાલે લોન્ચ થઈ. આ ગેમ માટે યુવાનોમાં એટલી ઉત્સુકતા હતી કે ગેમિગ ટેક્રોલોજી સાથે સંકળાયેલી ડઝનબંધ કંપનીઓએ ગઈ કાલે ઑફિશ્યલ રજા જાહેર કરી દીધી હતી જેથી તેમના કર્મચારીઓ આ ગેમ રમી શકે. આ ગેમ લોન્ચ થતાં પ્રી-ઑર્ડરમાં જ વૈશ્વિક સ્તરે ૧.૬ અબજ ડોલર એટલે કે લગભગ ૧૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે. આને કારણે GTA6 લોન્ચના પ્રથમ જ દિવસે સૌથી વધુ કમાણી કરનારી એન્ટરટેઇન્મેન્ટ પ્રોડક્ટ બની ગઈ છે.
GTA સિરીઝની ગેમ દુનિયાની સૌથી પોપ્યુલર અને સૌથી વધુ વેચાયેલી વિડિયો ગેમ સિરીઝ છે જે રોકસ્ટાર ગેમ્સ નામની કંપનીએ ૧૯૯૬-૯૭ની સાલમાં બનાવી હતી. આ એક ઓપન વર્લ્ડ ઍક્શન ઍડ્વેન્ચર ગેમ છે. એમાં પ્લેયરને એક આખું કાલ્પનિક શહેર આપી દેવામાં આવે છે જ્યાં તે પોતાની મરજી મુજબ ક્યાંય પણ ફરી શકે છે અને કંઈ પણ કરી શકે છે. આ સિરીઝની ગેમ્સમાં બનાવેલાં કાલ્પનિક શહેરો અમેરિકાના અસલી શહેરો જેવાં છે. ૧૩ વર્ષ પહેલાં આવેલી GTA સ્માં લોસ સેન્ટોસ નામનું શહેર હતું જે કેલિફોર્નિયાના લોસ ઍન્જલસ જેવું હતું. આ નવી સિરીઝના શહેરનું નામ વાઇસ સિટી છે જે માયામી શહેર પર આધારિત છે. પ્લેયર શહેરમાં કંઈ પણ કરી શકે છે. રેસિગ અને આપવામાં આવેલા મિશન્સ પૂરાં કરીને તે ગાડી, હથિયાર, કપડાં અને પ્રોપર્ટી ખરીદી શકે છે. જો તમે ગેરકાનૂની કામ કરો તો તમારા પર કેસ પણ થઈ શકે છે અને એનાથી બચવા માટે ગેમની જ અંદર કાનૂની પ્રોસેસ અને નિયમો પણ બનાવવામાં આવ્યા છે. ટૂંકમાં એક કલ્પનાની દુનિયામાં તમે ચાહો એ કરી શકો એની સ્વતંત્રતા આ ગેમને ખાસ બનાવે છે.
આ લેટેસ્ટ વર્ઝનમાં દુનિયાને વધુ રિયલિસ્ટિક દેખાડવામાં આવી છે. એમાં બે પાત્રો છે જેસન અને લુસિયા. લુસિયા જેલમાંથી સજા કાપીને બહાર આવી છે અને જેસન લોકલ લેવલનો ચોર અને ડ્રગ-સ્મગલર છે. ગેમમાં આ બે પાત્રોનું મિશન છે અપરાધની દુનિયા છોડીને એક સામાન્ય જીવન શરૂ કરવું. જોકે સામાન્ય જીવન માટે થોડા પૈસા ભેગા કરી લેવા માટે બન્ને છેલ્લી એક વાર ખોટું કામ કરવા જાય છે અને ફસાઈ જાય છે. આ સિરીઝમાં પ્લેયર્સ પાસે એક રિયલ લાઇફમાં કામ લાગે એવું મિશન છે.
સૌથી મોડર્ન વર્ઝનનો ઉપયોગ થવાથી લાઇટિગ, પાણીની લહેરો, પાત્રો, માણસોની ભીડ એકદમ અસલી દુનિયા જેવી દેખાય છે. ૬ લાખ ઍનિમેશનથી બનાવી છે અસલી ભીડ. આ ગેમ ડેવલપ કરવા દુનિયાના ૧૨ સ્ટુડિયોમાં ૪૭૦૦થી વધુ ડેવલપર્સ, પ્રોગ્રામર્સ, આર્ટિસ્ટ અને એન્જાિનિયરોએ ૧૦ વર્ષ કામ કર્યું છે. બારમાંનો એક સ્ટુડિયો બેન્ગલોરનો હતો, જેના ૧૬૦૦ એન્જાિનિયરોએ આ ગેમને ડેવલપ કરવામાં ફાળો આપ્યો છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
