News of Saturday, 26th September 2026
પ્રધાનમંત્રી મોદીના 'મન કી બાત'ના ૧૩૮મા સંસ્કરણ નિમિત્તે ગુજરાત ભાજપા દ્વારા રાજ્યભરમાં ૨૫ સ્થાનોએ યોજાશે વિશેષ કાર્યક્રમો : ૫૦ હજારથી વધુ બુથ પર સંગઠન જોડાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના મેમનગરમાં અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આણંદના સાગોદપૂરામાં રહેશે ઉપસ્થિ ત: સમાજના વિવિધ વર્ગોને 'મન કી બાત' સાથે જોડવાનું ભાજપનું આયોજન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગના ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય 'મન કી બાત' કાર્યક્રમના તા. ૨૭ સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થનારા ૧૩૮મા સંસ્કરણ નિમિત્તે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં ૨૫ વિશેષ સ્થળોએ વિવિધ ક્ષેત્રો અને સમાજના જુદા જુદા વર્ગોને સાંકળતા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યના ૫૦ હજારથી વધુ બુથ પર ભાજપાના નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સ્થાનિક નાગરિકો સાથે 'મન કી બાત' નિહાળશે.
રાજ્યના વિવિધ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં યોજાનારા આ કાર્યક્રમોમાં ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, ડૉક્ટરો, પ્રબુદ્ધ નાગરિકો, સહકારી તથા સામાજિક આગેવાનો, લાભાર્થીઓ, માલધારીઓ, કુલીઓ, રિક્ષાચાલકો અને વડીલો સહિતના તમામ વર્ગોની સહભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે.
મુખ્ય નેતાઓ અને મંત્રીઓની વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ:
* મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: પંડિત દીનદયાળ ઉપાધ્યાય લાઇબ્રેરી, મેમનગર, અમદાવાદ ખાતેથી સહભાગી થશે.
* પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા: સાગોદપૂરા, જિલ્લો આણંદ ખાતે ઉપસ્થિત રહેશે.
* પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે: બગડા ગામ, તાલુકો મુન્દ્રા (કચ્છ) ખાતે ખેડૂતો સાથે કાર્યક્રમ નિહાળશે.
* પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ: સુરત રેલવે સ્ટેશન ખાતે કુલીઓ સાથે ઉપસ્થિત રહેશે.
* કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા: અમરાપુર શૈક્ષણિક સંકુલ, વીંછીયા (રાજકોટ) ખાતે વિદ્યાર્થીઓ સાથે જોડાશે.
* કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ: વિસનગર (મહેસાણા) ખાતે સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે ઉપસ્થિત રહેશે.
* કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ: વાપી મહાનગરપાલિકા ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે 'ટિફિન કે સાથ મન કી બાત' કાર્યક્રમમાં ભાગ લેશે.
* કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી: બોરસદના ઠક્કર હોલ ખાતે પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે ઉપસ્થિત રહેશે.
* રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા: અમદાવાદના એ.એમ.એ. હાઉસ ખાતે ડૉક્ટરો સાથે 'મન કી બાત' નિહાળશે.
* મંત્રી પ્રવીણભાઈ માળી: ચોરા ગામ, તાલુકો ડીસા (બનાસકાંઠા) ખાતે ખેડૂતો સાથે ઉપસ્થિત રહેશે.
* નાયબ દંડક જગદીશભાઈ મકવાણા: વઢવાણ (સુરેન્દ્રનગર) ખાતે કારડિયા રાજપૂત સમાજના આગેવાનો સાથે જોડાશે.
* કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઈ હીરપરા: શે. ડેમ, પાલિતાણા ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે ઉપસ્થિત રહેશે.
* પ્રદેશ સહ કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારિયા: 'શ્રી કમલમ' કાર્યાલય, મોરબી ખાતે લાભાર્થીઓ સાથે જોડાશે.
રાજ્યમાં અન્ય સ્થળોએ યોજાનારા કાર્યક્રમો:
રાજકોટના કાલાવડ રોડ સ્થિત એ.પી. પટેલ કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થિનીઓ સાથે, પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે, વડોદરાના પાદરા સ્થિત ઝેન સ્કૂલમાં યુવાનો સાથે તથા મહેસાણાના કમલાબા હોલ ખાતે સહકારી આગેવાનો સાથે વિશેષ આયોજન કરાયું છે.
આ ઉપરાંત ભાભર (વાવ-થરાદ) ખાતે રિક્ષાચાલકો સાથે, ડાકોરના દંડી સ્વામી આશ્રમ ખાતે સામાજિક આગેવાનો સાથે, ભાણવડના કપૂરી નેસ (દેવભૂમિ દ્વારકા) ખાતે માલધારીઓ સાથે, લાલપુરના રામપર વેરાવળ (જામનગર) ખાતે ખેડૂતો સાથે, તેમજ પાલિતાણાની સર્વોદય સોસાયટી વૃદ્ધાશ્રમ અને મહુવાના ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ વૃદ્ધાશ્રમ ખાતે વડીલો સાથે 'મન કી બાત' નિહાળવામાં આવશે. ધાંગધ્રામાં યુવાનો સાથે અને પલસાણાના ડાભા ગામે લાભાર્થીઓ સાથે પણ વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે.
ગુજરાત ભાજપા સંગઠન દ્વારા હાથ ધરાયેલા આ વ્યાપક આયોજનનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'મન કી બાત' માધ્યમથી રાષ્ટ્રનિર્માણની ભાવના અને જનભાગીદારીના સકારાત્મક પ્રયાસોને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાનો છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
