<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

બલૂચિસ્તાનમાં હથિયારધારીઓ દ્વારા સ્થાનિક લોકો પર અંધાધૂંધ ફાયરિંગ: 5 લોકોનાં મોત : અન્ય 3 લોકો ગંભીર

હુમલાખોરોએ શેખ મૂસા બાબા ચોક નજીક હંગામી ચોકી બનાવી ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોના નેશનલ આઈડેન્ટિટી કાર્ડ ચેક કરતા કેટલાક લોકોએ ગેરકાયદેસર ચેકિંગનો વિરોધ કરતા બંદૂકધારીઓએ ભીડ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ ધોળા દિવસે 5 લોકોની ગોળી મારીને કરપીણ હત્યા કરી દીધી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, બલૂચિસ્તાનના હરનાઈ જિલ્લાના શહરાગ વિસ્તારમાં હથિયારધારી શખ્સોએ સ્થાનિક લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં 5 લોકોનાં મોત થયા હતા અને અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા  હતા.

મળતી માહિતી અનુસાર, હુમલાખોરોએ શેખ મૂસા બાબા ચોક નજીક એક હંગામી ચોકી બનાવી રાખી હતી. તેઓ ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોના નેશનલ આઈડેન્ટિટી કાર્ડ (CNIC) ચેક કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ આ ગેરકાયદેસર ચેકિંગનો વિરોધ કર્યો, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે બંદૂકધારીઓએ ભીડ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. 4 લોકોએ ઘટનાસ્થળે જ દમ મોતને ભેટયા હતા, જ્યારે એક ઘાયલ વ્યક્તિનું ક્વેટા હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું. મૃતકોમાં સ્થાનિક નેતા પણ સામેલ છે.

બીજી તરફ, પાકિસ્તાનના કરાચી શહેરમાંથી 'ઓનર કિલિંગ'નો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક નવપરિણીત યુગલ કોર્ટમાંથી પોતાના લગ્નને કાનૂની માન્યતા અપાવીને પરત ફરી રહ્યું હતું, ત્યારે જ રસ્તામાં ઘેરીને તેમની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી.

 પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવતીએ તેના પરિવારના વિરોધ છતાં પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા હતા. તેણે કોર્ટમાં નિવેદન પણ આપ્યું હતું કે તે પોતાની મરજીથી લગ્ન કરી રહી છે. પરંતુ કોર્ટમાંથી બહાર નીકળતા જ હુમલાખોરોએ તેમની ગાડીનો પીછો કર્યો અને સૌદાબાદ વિસ્તાર નજીક તેમને રોકીને તાબડતોડ ફાયરિંગ કરી દીધું. દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 

(8:50 PM IST)