ગુરુ મહારાજનો બીજી જૂને કર્ક રાશિમાં પ્રવેશ
જેઓ ન્યાયસંગત નથી, તેઓને કષ્ટ પડવાની સંભાવના : વાયુગત ઉપદ્રવ, વાતાવરણમાં રોગચાળાની અસર જોવા મળશે

મુંબઈ,તા.૩૦: ગુરુ મહારાજના કર્ક રાશિમાં પ્રવેશ સાથે નિયત સમય પહેલા જ સિહ રાશિમાં પ્રવેશ કરી કર્ક રાશિમાં વક્રી થશે. જેને પગલે દેશ-દુનિયામાં હાહાકાર સર્જાય તો નવાઈ નહિ એવું જ્યોતિષાચાર્યનું અનુમાન છે.
ગુરુ મહારાજ ૧૨ વર્ષ પછી તા. ૨જી જૂને કક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં પ્રવેશથી શુભફળની પ્રાપ્તિ થશે. અલબત્ત, ગુરુ મહારાજે પોતાની ગતિ વધારી છે એટલે અતિચાર ગતિએ ચાલી રહ્યા છે. જ્યારે-જ્યારે ગુરુ મહારાજ પોતાની ગતિ કરતા વધારે ગતિથી આગળ વધતા હોય ત્યારે જન માનસ હાહાકાર કરવા લાગે છે. વર્તમાનમાં યુદ્ધ-તણાવનું કારણ પણ ગુરુ મહારાજની અતિચાર ગતિ અને વર્તમાન ગ્રહગોચર છે. સંજોગવસાત પરમાણુ બોમ્બનો વિનાશ પણ થઈ શકે છે. ગુરુ મહારાજ ચંદ્રની રાશિમાં પોતાની ઉચ્ચ કક્ષાએ આવશે. ચંદ્ર ચંચળ સાથે કળાના દેવ છે એટલે વિદ્યા અને કળાક્ષેત્રે પણ વિશેષ પ્રભાવ જોવા મળશે. શનિ મહારાજ જળચર રાશિઓમાં છે એટલે જે વ્યક્તિઓ ન્યાયસંગત નથી તેઓને કષ્ટ પડવાની સંભાવના છે. વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલાઓને પણ લાભ થવા સાથે ભારત વિશેષ સિદ્ધિ હાંસલ કરશે. જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુરુ મહારાજના રાશિ પરિવર્તનના પ્રભાવને પગલે વાયુગત ઉપદ્રવ, વાતાવરણમાં રોગચાળાની અસરો જોવા મળશે.
૧૨ રાશિના જાતકો પર પ્રભાવ વર્તાશે
મેષઃ પરિવારથી લાભ, પરંતુ કાર્ય વિચારીને કરવું
વૃષભઃ લાભની તક મળે, આર્થિક નિર્ણય વિચારીને લેવા
મિથુનઃ વિદ્યાર્થીઓને લાભ, આરોગ્ય પર ધ્યાન રાખવું
કર્કઃ ખોટા ખર્ચાથી બચવું
સિંહઃ સારા લાભની તક મળે
કન્યાઃ કર્મ ક્ષેત્રે લાભ, ઉતાવળે કાર્ય ન કરવા
તુલાઃ સામાન્ય મહેનતથી વધુ લાભ મળે
વૃヘકિઃ જીવનસાથી-પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું
ધનઃ સારા લાભની તક સર્જાશે
મકરઃ સરકારી કાર્યો લાભકારી
કુંભઃ સંતાનને કાર્યમાં ઉત્તમ તક
મીનઃ જીવનમાં સારા લાભની તક









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
