News of Thursday, 17th September 2026
અધધ... મકાનનું ભાડું રૂા. ૭૦,૦૦૦ અને રૂમ માત્ર એક જ ચાલી જેવો વિસ્તાર
રોડીઝ વિનર આંચલ ખુરાના ચાલી જેવા વિસ્તારમાં અને ગંદકી અને કચરાથી ઘેરાયેલા વચ્ચે રહે છે

નવી દિલ્હી તા.૧૭: સેલિબ્રિટીના નામ સાથે ઘણીવાર લોકોના મનમાં ચમક-ધમક અને આલીશાન બંગલાની તસવીર આવે છે. સોશિયલ મીડિયા પર મોટા સ્ટાર્સ ઘણીવાર પોતાના સુંદર ઘરના વીડિયો શેર કરે છે, જેમાં મોટા સ્વિમિગ પૂલ, સુંદર ગાર્ડન અને બાલ્કનીમાંથી સમુદ્રનો નજારો જોવા મળે છે, પરંતુ તાજેતરમાં MTV રોડીઝ ૮ની વિજેતા આંચલ ખુરાનાએ પોતાના મુંબઈના ઘરની જે તસવીર બતાવી છે, તેણે ગ્લેમરની દુનિયાની એવી હકીકત સામે લાવી છે, જેને લોકો સામાન્ય રીતે નજરઅંદાજ કરે છે.
CID અને બડે અચ્છે લગતે હૈં જેવી સિરિયલોથી દર્શકોમાં ઓળખ બનાવનારી અભિનેત્રી આંચલ ખુરાના સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. આંચલ ખુરાના સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે પોતાના જીવન સાથે જોડાયેલી અપડેટ્સ શેર કરતી રહે છે. તાજેતરના વ્લોગમાં અભિનેત્રીએ પોતાના ઘરની સ્થિતિ બતાવી અને જણાવ્યું કે ભારે ભાડું ચૂકવવા છતાં તે ગંદકી અને ચાલી જેવા વિસ્તારમાં રહે છે.
આંચલ ખુરાનાએ પોતાના વ્લોગમાં બતાવ્યું કે ૭૦,૦૦૦ રૂપિયા ભાડું ચૂકવવા છતાં તેના ઘરમાં કોઈ વૈભવી સુવિધા નથી. તેના ઘરમાંથી ન તો સમુદ્રનો નજારો જોવા મળે છે અને ન તો કોઈ આલીશાન દેખાવ છે, પરંતુ તેમ છતાં ભાડું એટલું વધારે છે કે તે ચૂકવવામાં તેની લગભગ આખી કમાણી જતી રહે છે. આંચલ ખુરાના કહે છે કે ૭૦,૦૦૦ રૂપિયા ભાડું ચૂકવવા છતાં તે ગંદકી અને કચરાથી ઘેરાયેલા વિસ્તારમાં રહે છે.
MTV રોડીઝ ૮ની વિજેતા રહેલી આંચલ ખુરાના છેલ્લા ૧૪ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેણે અનેક શોમાં સહાયક ભૂમિકાઓ ભજવી છે. છેલ્લે તે બડે અચ્છે લગતે હૈં ૨માં જોવા મળી હતી. શોમાં તેના કામની ખૂબ પ્રશંસા પણ થઈ હતી, પરંતુ તેમ છતાં તેનો સંઘર્ષ ઓછો થયો નથી. આજે પણ અભિનેત્રી કામની શોધમાં ઘણો સંઘર્ષ કરી રહી છે.
મુંબઈમાં પોતાના સપનાનું ઘર ખરીદવામાં તેને ઓછામાં ઓછા ૪૦૦થી ૫૦૦ વર્ષ લાગી શકે છે. પોતાના વ્લોગમાં આંચલ ખુરાના કહે છે કે મુંબઈમાં ઘરની જે કિમત છે અને ઇન્ડસ્ટ્રીની હાલની સ્થિતિને જોતા તેને ઘર ખરીદવામાં ૪૦૦થી ૫૦૦ વર્ષ લાગી જશે. તે ૭૦,૦૦૦ રૂપિયા ભાડું ચૂકવી રહી છે. આ રકમ પણ ઘણી વધારે છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
