<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

હર્ષ સંઘવી અને યુએસ સંસદ સભ્‍યો પીટ સેશન્‍સ વચ્‍ચે મુલાકાતઃ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર ભાર

આર્થિક સહયોગ, ઇનોવેશન અને સમાન વિકાસના મુદ્દાઓ પર બંને નેતાઓ વચ્‍ચે ફળદાયી ચર્ચા

ગાંધીનગર, તા. ૬ :  ગુજરાતના નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્‍ટેટિવ્‍સના સભ્‍ય પીટ સેશન્‍સ સાથે એક વિશેષ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્‍ચેના સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવવા માટે મહત્‍વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતને ખૂબ જ સન્‍માનજનક અને ફળદાયી ગણાવવામાં આવી છે.

બંને નેતાઓ વચ્‍ચેની ચર્ચાના કેન્‍દ્રમાં મુખ્‍યત્‍વે આર્થિક સહયોગ વધારવા, નવી તકોનું નિર્માણ કરવા, ઇનોવેશન ક્ષેત્રે ભાગીદારી કરવા અને પરસ્‍પર વિકાસના માર્ગો શોધવા જેવા મુદ્દાઓ રહ્યા હતા. આ પ્રસંગે અમેરિકન સાંસદનું ભારતીય પરંપરા મુજબ શાલ અને ફૂલહારથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું, તેમજ તેઓને યુનાઈટેડ સ્‍ટેટ્‍સ કોંગ્રેસનું એક સન્‍માનપત્ર પણ આપવામાં આવ્‍યું હતું. ભારત અને યુએસ વચ્‍ચે વ્‍યાપારી અને વ્‍યૂહાત્‍મક ભાગીદારીને વધુ પ્રોત્‍સાહન આપવાના હેતુથી આ બેઠક અત્‍યંત મહત્‍વની માનવામાં આવે છે.

(11:49 AM IST)