તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Sunday, 1st November 2026
હરિયાણાની પંચકુલા સ્કૂલમાં માસૂમ બાળકી પર હુમલા કેસ: બેદરકારી બદલ બે શિક્ષિકાઓ સસ્પેન્ડ
છ વર્ષની બાળકીની તબિયતમાં સુધારો: PGI હોસ્પિટલમાં સારવાર ચાલુ

ચંડીગઢ: હરિયાણાના પંચકુલાના સેક્ટર-20 સ્થિત સરકારી શાળામાં છ વર્ષની માસૂમ બાળકી પર થયેલા કથિત હુમલાના મામલે શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. શાળામાં ફરજ બજાવતી બે શિક્ષિકાઓ સિમરનજીત કૌર અને પૂજા રાણીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, 28 ઓક્ટોબરના રોજ ધોરણ-3માં અભ્યાસ કરતા આઠ વર્ષના વિદ્યાર્થીએ કિન્ડરગાર્ટનમાં ભણતી બાળકી પર કથિત રીતે હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને સારવાર માટે ચંડીગઢની PGI હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
રાહતની વાત એ છે કે અનેક દિવસોની સારવાર બાદ બાળકીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તે હવે ખોરાક પણ લઈ રહી છે.
આ મામલે શાળાના પ્રિન્સિપાલ સહિત સંબંધિત કર્મચારીઓ સામે બેદરકારીના આરોપસર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હરિયાણા સરકારે ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિ બનાવી છે અને રાજ્યની શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થાની તપાસના આદેશ પણ આપ્યા છે.
શાળામાં બાળકોની સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
