<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

જૂનમાં જથ્‍થાબંધ ફુગાવાનો દર વધીને ૯.૮૭% થયો પશ્ચિમ એશિયાના સંઘર્ષની અસર

ઇંધણ અને વીજળી શ્રેણીમાં જથ્‍થાબંધ ફુગાવાનો દર જૂનમાં ૨૭.૪૧ ટકા રહ્યો, જે મે મહિનામાં ૩૦.૩૩ ટકા હતો

 

નવી દિલ્‍હી,તા.૧૪: ખાદ્ય અને બિન-ખાદ્ય વસ્‍તુઓના ભાવમાં વધારો થવાથી જૂનમાં જથ્‍થાબંધ ફુગાવાનો દર ૯.૮૭ ટકા થયો, જે મે મહિનામાં ૯.૬૮ ટકા હતો. જથ્‍થાબંધ ફુગાવામાં આ વધારો પヘમિ એશિયાના સંકટ, હોર્મુઝ સ્‍ટ્રેટના અસરકારક નાકાબંધી અને ખાદ્ય પદાર્થોના ભાવ પર તેની અસર દર્શાવે છે. ભારત તેના મોટાભાગના ક્રૂડ ઓઇલને હોર્મુઝ સ્‍ટ્રેટ દ્વારા આયાત કરે છે.

ખનિજ તેલ અને ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે જથ્‍થાબંધ ફુગાવો વધ્‍યો.

મંગળવારે જથ્‍થાબંધ ભાવ સૂચકાંક (WPI) ડેટા જાહેર કરતા, વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્‍યું હતું કે જૂન ૨૦૨૬ ના જથ્‍થાબંધ ફુગાવાના ડેટા ખનિજ તેલ (જેમાં પેટ્રોલિયમ ઉત્‍પાદનોનો સમાવેશ થાય છે), ખાદ્ય પદાર્થો, ઉત્‍પાદિત મૂળ ધાતુઓ અને ઉત્‍પાદિત રસાયણો અને રાસાયણિક ઉત્‍પાદનોના ભાવથી પ્રભાવિત હતા. ષ્‍ભ્‍ત્‍ ની ગણતરી માટેનો આધાર વર્ષ ૨૦૨૨-૨૩ છે.

મંત્રાલયના ડેટા અનુસાર, ઇંધણ અને વીજળી શ્રેણીમાં જથ્‍થાબંધ ફુગાવો જૂનમાં ૨૭.૪૧ ટકા રહ્યો, જે મે મહિનામાં ૩૦.૩૩ ટકા હતો. ખાદ્ય ચીજોમાં ફુગાવો જૂનમાં વધીને ૫.૪૯ ટકા થયો, જે મે મહિનામાં ૩.૬૦ ટકા હતો. બિન-ખાદ્ય ચીજોમાં જથ્‍થાબંધ ફુગાવો ૧૧.૦૭ ટકા રહ્યો, જ્‍યારે ખનિજ શ્રેણીમાં તે ૯.૪૫ ટકા હતો. ઉત્‍પાદિત ઉત્‍પાદનો શ્રેણીમાં જથ્‍થાબંધ ફુગાવો જૂનમાં ૭.૪૮ ટકા પર સ્‍થિર રહ્યો, જે મે મહિનામાં હતો.

ગયા વર્ષમાં જથ્‍થાબંધ ફુગાવો ક્‍યાં પહોંચ્‍યો?

મહિનો જથ્‍થાબંધ ફુગાવાનો દર

મે ૨૦૨૫ ૦.૩૯%

જૂન ૨૦૨૫ -૦.૧૩%

જુલાઈ ૨૦૨૫ -૦.૫૮%

ઓગસ્‍ટ ૨૦૨૫ ૦.૫૨%

સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ ૦.૧૩%

ઓક્‍ટોબર ૨૦૨૫ -૧.૨૧%

નવેમ્‍બર ૨૦૨૫ -૦.૩૨%

ડિસેમ્‍બર ૨૦૨૫ ૦.૮૩%

જાન્‍યુઆરી ૨૦૨૬ ૧.૮૧%

ફેબ્રુઆરી ૨૦૨૬ ૨.૧૩%

માર્ચ ૨૦૨૬ ૩.૮૮%

એપ્રિલ ૨૦૨૬ ૮.૨૬%

મે ૨૦૨૬ ૯.૬૮%

જૂન ૨૦૨૬ ૯.૮૭%

છૂટક ફુગાવો ૧૭ મહિનાની ટોચે પહોંચ્‍યો. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત છૂટક ફુગાવો પણ જૂનમાં, ફુગાવો વધીને ૧૭ મહિનાની ઊંચી સપાટી ૪.૩૮ ટકા થયો, જે અગાઉના મહિનામાં ૩.૯૩ ટકા હતો. ભારતીય રિઝર્વ બેંક (RBI) નાણાકીય નીતિ બનાવતી વખતે મુખ્‍યત્‍વે ગ્રાહક ફુગાવાને ધ્‍યાનમાં લે છે.

સરકારે ૨ ટકાના માર્જિન સાથે એકંદર ફુગાવો ૪ ટકા પર જાળવવાનો લક્ષ્યાંક ફરજિયાત કર્યો છે. ગયા મહિને, ય્‍ગ્‍ત્‍એ ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ ૪.૬ ટકાથી વધારીને ૫.૧ ટકા કર્યો હતો. આનું મુખ્‍ય કારણ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવો પર વૈશ્વિક ઊર્જાના ભાવમાં વધારો થવાને કારણે જીવનનિર્વાહનો ખર્ચ વધવો હતો.

(3:27 PM IST)