News of Friday, 18th September 2026
ઢગલાબંધ મહત્વના સમાચારો ઉડતી નજરે.....

* હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનના ઓઇલ ટેન્કર ઉપર હુમલો થયો છે
* અત્યારે સવારે ૧૦ વાગ્યા સુધી મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં રેડ એલર્ટ અને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ માટે ઓરેન્જ જાહેર થયું છે, સાવચેત રહેવું
* અમદાવાદના સંખ્યાબંધ વિસ્તારોમાં અત્યારે સવારે ૯ વાગ્યે ધોધમાર વરસાદ ચાલુ
* ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના નામ અને ચૂંટણી ચિન્હના ઉપયોગ ઉપર, પેટા ચૂંટણી પહેલા જ, ટેમ્પરરી પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે કોંગ્રેસે પંચની ઝાટકણી કાઢતા કહ્યું છે કે ચૂંટણી પંચના કમિશનર જ્ઞાનેશકુમારે વડાપ્રધાનને જન્મદિવસની ભેટ આપી છે !
* ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ઈરાન સાથે સારી ડીલ થશે તો જ સોદો કરશે અન્યથા કોઈ સોદો નહીં થાય
* જાપાનમાં ૧૦૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા લોકોની સંખ્યા પ્રથમ વખત ૧ લાખ ઉપર પહોંચી છે
* અમદાવાદના વાડજમાં ગાંધીનગર સોસાયટી નજીક ભીમસિંહની ચાલીમાં ગઈકાલે નરેશ રતિભાઈ ચૌહાણ નામના સગા ભાઇની હત્યા તેના નાના ભાઈ રાજુ રતિભાઈ ચૌહાણએ કરી છે, તેને ઝડપી લેવામાં આવ્યો છે, નરેશભાઈ વારંવાર દારૂ પી ઘરે ત્રાસ આપતા હતા અને પૈસાની માગણી કરતા હતા તેવી જાણ પોલીસને અગાઉ બહેને પણ કરી હતી, તપાસ ચાલુ.
* ગીર સોમનાથના ઉના નજીક દરિયામાં ભારે પવન વરસાદ અને ઉછળતાં મોજા વચ્ચે વલસાડની માધવી નામની ફિશિંગ બોર્ડ ભાથોડા વિસ્તારમાં પથ્થર સાથે અથડાતા ડૂબી ગઈ છે, તમામ ૧૨ માછીમારોને બચાવી લેવામાં આવ્યા.
* નાઈજીરીયામાં ધરપકડ કરવામાં આવેલ ૩૩ લોકોના મૃત્યુ થતાં ભયનો માહોલ.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
