News of Wednesday, 18th November 2026
સોનિયા ગાંધીના પુસ્તકથી રાજકારણમાં ગરમાવો : શિંદે શિવસેના જૂથે બાળાસાહેબ ઠાકરે તેમજ સમગ્ર મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું
વીર સાવરકરની બદનામી કરવાનો પ્રયાસનો આરોપ લગાવી શિવસેના નેતા સંજય નિરુપમે પત્રકાર પરિષદ યોજી:તેમણે પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી : આ મુદ્દે ઉદ્ધવ ઠાકરેને પણ નિશાન બનાવ્યા

મુંબઇ: કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ માં સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર અને બાળાસાહેબ ઠાકરેના અપમાનનો આરોપ શિંદે શિવસેનાએ જૂથે લગાવ્યો છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી.
તેમજ કહ્યું છે કે, સોનિયા ગાંધીના નવા પુસ્તકમાં જૂની યાદો અને અનેક તસવીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, તેમાં સાવરકર વિશે વાંધાજનક લખાણ હોવાનો દાવો શિંદે શિવસેનાએ કર્યો છે. વીર સાવરકરની બદનામી કરવાનો પ્રયાસનો આરોપ લગાવી શિવસેના નેતા સંજય નિરુપમે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી અને આ મુદ્દે ઉદ્ધવ ઠાકરેને પણ નિશાન બનાવ્યા હતા.
આ ઉપરાંત શિંદે શિવસેના જૂથનો આરોપ છે કે પુસ્તકમાં વીર સાવરકરે અંગ્રેજોની માફી માંગી હોવાનો ઉલ્લેખ કરીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે. નેતાઓએ પુસ્તકના પેજ નંબર 201 પર લખાયેલી બાબતો સામે પણ વિરોધ નોંધાવ્યો છે અને તેને બાળાસાહેબ ઠાકરે તેમજ સમગ્ર મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું હતું.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
