<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

અમેરિકામાં પણ હીટવેવની ઝપટમાં: કાળઝાળ ગરમીથી ૪.૪૦ કરોડ લોકોને અસર

ઘણાં રાજ્‍યોમાં પારો ૪૩ ડિગ્રી સે.સુધી પહોંચવાની ચેતવણી : રોકી માઉન્‍ટ ક્ષેત્ર, મોન્‍ટાના, નોર્થ ડકોટા, સોલ્‍ટ લેક સિટીમાં વિક્રમી ગરમી સંભવ, લોકોને બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ અપાઈ

વોશિંગ્‍ટન,તા.૧૩: પૂર્વ એશિયા ભારે વરસાદ અને તોફાનનો સામનો કરી રહ્યું છે ત્‍યારે યુરોપમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે અમરિકામાં પણ આવી જ ગરમી અનુભવાઇ રહી છે. અમેરિકામાં ગરમીએ લોકોની મુશ્‍કેલીઓ વધારી દીધી છે. દેશના ઘણા ભાગોમાં હીટવેવે એવી અસર દેખાડવાનું શરૂ કર્યું છે કે ૪.૪૦ કરોડ લોકો વોર્નિગવાળા ક્ષેત્રોમાં આવી ગયા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ઘણા રાજ્‍યોમાં તાપમાન ૪૩ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી શકે છે અને ઘણી જગ્‍યાએ જૂના રેકોર્ડ પણ તૂટી શકે છે. અમેરિકી નેશનલ વેધર સર્વિસ (ફષ્‍લ્‍)ના જણાવ્‍યા મુજબ રોકી માઉન્‍ટ ક્ષેત્ર અને ઉત્તરીય મેદાની રાજ્‍યોમાં હાલ સામાન્‍યથી ક્‍યાંય વધુ ગરમી પડી રહી છે. રવિવારે સ્‍થિતિ સૌથી વધુ ગંભીર રહેવાનું અનુમાન હતું. મોન્‍ટાના અને નોર્થ ડકોટા સહિત ઘણા રાજ્‍યોમાં તાપમાન ૩૭થી ૪૩ ડિગ્રી સે. વચ્‍ચે રહેવાની સંભાવના છે. સોલ્‍ટ લેક સિટીમાં પણ વિક્રમજનક ગરમી પડી શકે છે. હવામાન નિષ્‍ણાતોએ લોકોને બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળવાની અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે. 

 

(9:57 AM IST)