તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ભારે કરી! દારૂ છોડાવવાના નામ પર ભુવાએ ઝેરી જ્યૂસ પીવડાવી દીધોઃ ૨ના મોતઃ ૫ની હાલત ગંભીર
મધ્ય પ્રદેશના બૈતૂલમાં દારૂ છોડાવવાના નામ પર ભુવા દ્વારા પાણીમાં મિલાવેલી જડીબુટી જીવલેણ સાબિત થઈ

બૈતૂલ,તા.૨૦: મધ્ય પ્રદેશના બૈતૂલમાં દારૂ છોડાવવાના નામ પર ભુવા દ્વારા પાણીમાં મિલાવેલી જડીબુટી જીવલેણ સાબિત થઈ. આ ઝેરી પાણી પીવાથી ૨ લોકોના મોત થઈ ગયા, જ્યારે ૫ અન્ય લોકો ગંભીર રીતે બીમાર થઈને હોસ્પિટલમાં દાખલ છે. સૂચના મળતા ડીઆઈજી બીરેન્દ્ર કુમાર સિહ અને એસપી અમિત સક્સેના ખુદ ઘટનાસ્થળે પહોંચી કેમ્પ કરી રહ્યા છે. તેઓ આ સમગ્ર ઘટનાક્રમ, પીડિતોની સારવાર અને પોલીસ કાર્યવાહી પર સતત નજર રાખી રહ્યા છે. આ મામલામાં ૩ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ વિભાગ બૈતૂલના જનસંપર્ક અધિકારી આબિદ અંસારીએ જણાવ્યું કે, બૈતૂલ જિલ્લાના ચિચોલી વિકાસખંડના ગ્રામ પાઠાખેડામાં રમેશ ઉઈકે અને ભુવા પરતે દ્વારા લોકોને દારૂ છોડાવવાની દવા આપવાનો દાવો કર્યો હતો. આ ક્રમમાં ૧૮ નવેમ્બરના રોજ અમુક લોકોને તેમના ત્યાં લાલ રંગનો તરલ પદાર્થ ગ્લાસમાં ભરીને પીવડાવી દીધો. અલગ અલગ વ્યક્તિઓને એકથી બે ગ્લાસ પીવડાવ્યા, આ પીણું પીધા બાદ કેટલાય લોકોની તબિયત ખરાબ થઈ ગઈ. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૨ વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે, જ્યારે પાંચ અન્ય વ્યક્તિ ગંભીર હાલતમાં દાખલ છે.
આ ઘટનામાં રામકિશોર પિતા સેવારામ ઝાડે (ઉંમર ૩૫ વર્ષ), રહેવાસી ગામ દેહગુડ, આઠનેર અને સંજય પિતા બબ્બુ ઉઇકે (ઉંમર ૨૨ વર્ષ), રહેવાસી ગામ ઇમલીધાના, ચિચોલીનું મોત થયું છે.
જ્યારે બીમાર થયેલા લોકોમાં મોહન પિતા દશરથ (ઉંમર ૩૦ વર્ષ), રહેવાસી ગામ દેહગુડ, વિજય પિતા બબ્બુ ઉઇકે (ઉંમર ૨૬ વર્ષ), રહેવાસી ગામ ઇમલીધાના, ગામ ઇમલીધાના નિવાસી એક ૧૭ વર્ષીય કિશોર, રામદાસ પિતા વાસુદેવ (ઉંમર ૩૬ વર્ષ), રહેવાસી ગામ કેલબેહરા અને સહદેવ ઇવને (ઉંમર ૫૦ વર્ષ), રહેવાસી ગામ કેલબેહરાનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ચિચોલીથી જિલ્લા હોસ્પિટલ બેતુલ ખાતે રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મૃતક રામકિશોર ઝાડેના ભાઈ અને ફરિયાદી શિવકિશોર ઝાડેની ફરિયાદના આધારે ચિચોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫, ૨૮૬ અને ૩(૫) હેઠળ ત્રણ આરોપીઓ રમેશ ઉઇકે, ઓઝા પરતે અને શરદ કાવડેની ધરપકડ કરવામાં આવી છે.
ઘટનામાં ઉપયોગમાં લેવાયેલું શંકાસ્પદ પ્રવાહી પદાર્થ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ પદાર્થનું સ્વરૂપ અને તેમાં રહેલા તત્ત્વોની પુષ્ટિ કરવા માટે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
બેતુલના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડો. સંજીવ શર્માએ જણાવ્યું હતું કે, ગ્પ્બ્ ડો. અભિનવ શુક્લા મારફતે તેમને ઘટનાની જાણકારી મળી હતી. ત્યારબાદ તાત્કાલિક અસરથી દર્દીઓના પેટ સાફ કરવાની પ્રક્રિયા (સ્ટમક વોશ) અને જરૂરી ત્સ્ ફલુઇડ્સ આપીને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આઠનેર વિકાસખંડના દેહગુડ ગામ અને સારણી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમોને એલર્ટ કરવામાં આવી છે. આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને સર્વે પણ કરવામાં આવ્યો હતો.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
