News of Wednesday, 21st October 2026
તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ વિસ્તારોમાં અતિભારે વરસાદનો ઝળુંબતો ખતરો
ગાજવીજ સાથે વીજળી પડવાની અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવવાની શક્યતા

નવી દિલ્હી : દક્ષિણ ભારતમાં તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ ખાતે વરસાદની સૌથી વધુ અસર જોવા મળશે. હવામાન વિભાગે કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. આ સાથે જ ગાજવીજ સાથે વીજળી પડવાની અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવવાની શક્યતા છે. તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેના પ્રભાવથી બનનારા લો પ્રેશરને કારણે હવામાનમાં મોટો બદલાવ આવી રહ્યો છે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ વિસ્તારોમાં 20 થી 22 ઓક્ટોબર દરમિયાન પણ કેટલાક સ્થળોએ ખૂબ ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ 23 થી 26 ઓક્ટોબર સુધી છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આ સ્થિતિમાં નાગરિકોએ સ્થાનિક હવામાન ચેતવણીઓ પર સતત નજર રાખવી પડશે. વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અને વાહનવહારને થતી અડચણોથી બચવા માટે પ્રશાસનના નિર્દેશોનું પાલન કરવું અનિવાર્ય બનશે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
