<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

ગાઝામાં ભારે વરસાદ વચ્ચે દસ લાખ લોકો ઉપર પૂરનું જોખમ; પાણીની ટાંકીના સમારકામ માટે જરૂરી સાધનો ઇઝરાયલે અટકાવ્યાનો યુનિસેફનો આક્ષેપ

ગંદા પાણીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ : લાખો વિસ્થાપિત પરિવારો તંબુઓમાં રહેવા મજબૂર, બાળકોની સુરક્ષા સામે ગંભીર પડકાર

જિનીવા : ગાઝામાં ભારે વરસાદને કારણે પૂર અને રોગચાળાનું જોખમ વધ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની બાળકલ્યાણ સંસ્થા યુનિસેફે આક્ષેપ કર્યો છે કે ગાઝા શહેરના શેખ રડવાન વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહસ્થાનના સમારકામ માટે જરૂરી સાધનો લાવવાની ઇઝરાયલે મંજૂરી આપી નથી.  લગભગ ૩૦ લાખ ડોલરના સમારકામ પ્રોજેક્ટને સુરક્ષાના કારણો દર્શાવી અટકાવવામાં આવ્યો હોવાનું સંસ્થાનું કહેવું છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે ગાઝામાં લગભગ દસ લાખ વિસ્થાપિત લોકો મધ્યમ અથવા ગંભીર પૂરજોખમનો સામનો કરી રહ્યા છે. 

પાણીના સંગ્રહસ્થાનમાંથી ગંદું પાણી બહાર નીકળે તો તંબુઓમાં રહેતા પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે. ઇઝરાયલી સત્તાવાળાઓનો આ આક્ષેપ અંગે તાત્કાલિક પ્રતિભાવ મળ્યો નથી. આ માહિતી આજે જિનીવામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. 

(9:45 PM IST)