News of Friday, 27th November 2026
પૂર્વ અમેરિકામાં પ્રચંડ વાવાઝોડાનો કહેરઃ લગભગ ૧૦ લાખ વીજ ગ્રાહકો અંધારપટમાં, અનેક રાજ્યોમાં વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી
પેન્સિલવેનિયા, ન્યૂજર્સી, મેરીલેન્ડ અને વર્જિનિયામાં ભારે ખાનાખરાબીઃ કલાકના ૧૧૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો, સેંકડો વિમાની ઉડાનો રદ

વોશિંગ્ટન, તા. ૨૭ : અમેરિકાના પૂર્વીય વિસ્તારમાં ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડાએ થેંક્સગિવિંગની ઉજવણી વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. લગભગ ૧૦ લાખ વીજ ગ્રાહકોનો વીજપુરવઠો ખોરવાયો છે. પેન્સિલવેનિયામાં ૨.૩૫ લાખ, ન્યૂજર્સીમાં ૧.૮૦ લાખ, મેરીલેન્ડમાં ૧.૫૬ લાખ અને વર્જિનિયામાં ૧.૩૨ લાખથી વધુ વીજ જોડાણોને અસર થઈ હતી.
કલાકના ૧૧૨ કિલોમીટર સુધીની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે અનેક વૃક્ષો અને વીજલાઇનોને નુકસાન થયું છે.
ખરાબ હવામાનને કારણે ૪૦૦થી વધુ વિમાની ઉડાનો રદ થઈ હતી અને ૧,૬૦૦થી વધુ ઉડાનો મોડી પડી હતી. ન્યૂયોર્ક સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
કેરળના કિશોરની પ્રતિભાથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પ્રભાવિતઃ ભારતીય કિશોરના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના સંશોધનોની પ્રશંસા કરી
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
