તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 16th July 2026
તમિલનાડુમાં 'નાયક' જેવો અંદાજ: સીએમ વિજયનો ભ્રષ્ટાચાર સામે લાલ આંખ, સ્પષ્ટ શબ્દોમાં કહ્યું - 'રીલ નહીં, પરિણામ જોઈએ'
સરકારી કામકાજમાં સોશિયલ મીડિયાના દેખાડા અને ભ્રષ્ટાચારને હવે જરાય સાંખી લેવામાં નહીં આવે: અધિકારીઓને કડક ચેતવણી

ચેન્નાઈ:તમિલનાડુના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યા બાદ સુપરસ્ટારમાંથી રાજનેતા બનેલા વિજયે હવે વહીવટીતંત્રમાં 'રિયલ લાઈફ નાયક' જેવો અભિગમ અપનાવ્યો છે. તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી વિજયે અધિકારીઓને સ્પષ્ટ કરી દીધું છે કે, હવે સરકારી કચેરીઓમાં કોઈ પણ પ્રકારના 'ઈન્સ્ટાગ્રામ રીલ'ના નાટકો કે દેખાડા નહીં ચાલે અને ભ્રષ્ટાચાર કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.
પોતાના શાસનના એજન્ડાને સ્પષ્ટ કરતા સીએમ વિજયે 436 લક્ષ્યાંકો નક્કી કર્યા છે, જેમાં 'ભ્રષ્ટાચાર મુક્ત શાસન' તેમની પ્રાથમિકતા છે. તેમણે અધિકારીઓને તાકીદ કરી છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે સરકારી સમયનો વ્યય કરીને રીલ બનાવવી એ ગંભીર શિસ્તભંગ છે. તેમણે કહ્યું કે જનતાની સેવામાં તત્પરતા જોઈએ, ફોટા કે વીડિયોના નાટકો નહીં.
ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ
વહીવટીતંત્રને કડક સૂચના આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના કેસમાં કોઈપણ સ્તરના અધિકારીને છૂટ આપવામાં આવશે નહીં. તાજેતરમાં તેમના પક્ષ 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) ના એક મંત્રી દ્વારા મંદિરના પૂજારીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવાની ઘટના બાદ આ પગલાં વધુ આક્રમક બન્યા છે. રાજ્ય સરકાર હવે દારૂની દુકાનો બંધ કરવા અને VIP દર્શનના નામે ચાલતી ઉઘાડી લૂંટ જેવી બાબતો પર પણ સખત કાર્યવાહી કરી રહી છે.
સીએમ વિજયના આ આદેશો બાદ તમિલનાડુના સરકારી વહીવટીતંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે. વિશ્લેષકોના મતે, વર્ષોથી ચાલી આવતી ભ્રષ્ટાચારની પરંપરાને તોડવા માટે સીએમ વિજય હવે સિનેમાના પડદાની જેમ જ વાસ્તવિક જીવનમાં પણ 'એક્શન મોડ'માં જોવા મળી રહ્યા છે. તેમની આ શૈલીને કારણે જનતામાં પણ સકારાત્મક સંદેશ ગયો છે, કારણ કે લોકો લાંબા સમયથી વહીવટી તંત્રમાં પારદર્શિતાની અપેક્ષા રાખી રહ્યા હતા.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
