<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ઇન્ટરનેટના 'છુપા ચોર': સ્માર્ટફોનની આ 5 એપ્સ પળવારમાં ચાવી જાય છે તમારો રોજનો 1.5 GB ડેટા : જાણો બચવાનો રામબાણ ઈલાજ

ઇન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યુબ શોર્ટ્સ અને ઓટો-બેકઅપ જેવી ફિચર્સ યૂઝર્સની જાણ બહાર બેકગ્રાઉન્ડમાં સતત ઇન્ટરનેટ વાપરીને દૈનિક ડેટા લિમિટને કલાકોમાં કરી નાખે છે ખાલી

નવી દિલ્હી :  જો તમારો રોજનો ૧.૫ જીબી કે ૨ જીબી મોબાઇલ ડેટા સાંજ પડતાં પહેલાં જ અચાનક ખતમ થઈ જતો હોય, તો તેના માટે તમારા ફોનમાં રહેલી કેટલીક લોકપ્રિય એપ્સ જવાબદાર છે. આપણે અવારનવાર વિચારીએ છીએ કે ફોનનો ઓછો ઉપયોગ કરવા છતાં ડેટા ક્યાં ગાયબ થઈ જાય છે. વાસ્તવમાં, વિડિયો સ્ટ્રીમિંગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આપણી જાણ બહાર પણ સતત હાઈ-ડેફિનેશન ડેટા કન્ઝ્યુમ કરતા રહે છે, જેને કારણે દૈનિક ક્વોટા થોડા જ કલાકોમાં શૂન્ય થઈ જાય છે.

આ યાદીમાં સૌથી મોટો ખલનાયક ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર ચાલતી 'રીલ્સ' અને શોર્ટ વિડિયોઝ છે. આ એપ્સમાં 'ઓટો-પ્લે' ફીચર એક્ટિવ હોય છે, જેના લીધે તમે સ્ક્રોલ કરતા જ વિડિયો આપમેળે લોડ થઈ જાય છે અને માત્ર એક કલાકમાં ૧ જીબી સુધીનો ડેટા સાફ થઈ જાય છે. આ ઉપરાંત વ્હોટ્સએપ, ઝૂમ અને ગુગલ મીટ પર થતા વિડિયો કોલ્સ પણ ઇન્ટરનેટનો સપાટો બોલાવી દે છે, જેમાં ઓડિયો અને વિડિયોના સતત ટ્રાન્સમિશનને કારણે ડેટા ઝડપથી વપરાય છે.

આ અદ્રશ્ય લૂંટથી બચવા માટે તમારા ફોનમાં કેટલાક સરળ બદલાવ કરવા જરૂરી છે. સૌપ્રથમ, સોશિયલ મીડિયા એપ્સના સેટિંગ્સમાં જઈને 'ડેટા સેવર' મોડ ઓન કરો અને વિડિયો ઓટો-પ્લે ઓપ્શનને માત્ર વાઇ-ફાઇ પર સેટ કરો. ગૂગલ ફોટોઝ કે આઇક્લાઉડ જેવા ઓટો-બેકઅપ ફીચર્સને પણ 'મોબાઇલ ડેટા ઓફ' રાખીને માત્ર વાઇ-ફાઇ પર સેટ કરવાથી બેકગ્રાઉન્ડમાં થતો ડેટાનો બગાડ અટકી જશે અને તમારો ઇન્ટરનેટ પેક આખો દિવસ ચાલશે.

(6:47 PM IST)