<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ગુજરાત વન વિભાગમાં ઐતિહાસિક બઢતી : રાજ્ય વન સેવાના ૩૭ અધિકારીઓને ભારતીય વન સેવા કેડરમાં મળ્યું સ્થાન : જુઓ સંપૂર્ણ સૂચિ

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ની સિલેક્ટ લિસ્ટ માટે જાહેરનામું બહાર પડાયું : વર્ષોની રાહ બાદ ૩૭ જી.એફ.એસ. અધિકારીઓ આઈ.એફ.એસ. તરીકે બઢતી પામ્યા : રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દરખાસ્ત મંગાવાઈ

 ગાંધીનગર:  કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ગુજરાત કેડરના વન વિભાગમાં વર્ષ ૨૦૨૫ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય વન સેવા (નિમણૂક દ્વારા બઢતી) નિયમો, ૧૯૬૬ હેઠળ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા મંજૂર કરાયેલ યાદી મુજબ ગુજરાત રાજ્ય વન સેવાના કુલ ૩૭ અધિકારીઓને ભારતીય વન સેવા (IFS) માં બઢતી આપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

 બઢતી પામેલા અધિકારીઓની વિગતવાર યાદી:

ભારતીય વન સેવા માટે પસંદગી પામેલા ૩૭ અધિકારીઓના નામ અને તેમની જન્મતારીખ નીચે મુજબ છે:

 * શ્રેયસકુમાર દિનેશભાઈ પટેલ (૩૧.૦૧.૧૯૮૮)

 * જયનકુમાર રાજેન્દ્રભાઈ પટેલ (૦૫.૦૧.૧૯૮૪)

 * દિનેશકુમાર નથુભાઈ રબારી (૧૯.૦૯.૧૯૭૮)

 * રાજદીપ નરેન્દ્રસિંહ ઝાલા (૨૯.૦૭.૧૮૮૨)

 * શ્રીમતી રેણુકા જગદીશભાઈ દેસાઈ (૧૨.૦૧.૧૯૮૬)

 * રુષિરાજ સુનીલકુમાર પુવાર (૦૫.૦૮.૧૯૮૫)

 * મિતેશકુમાર હસમુખભાઈ પટેલ (૨૧.૦૯.૧૯૮૭)

 * યુવરાજસિંહ શક્તિસિંહ ઝાલા (૩૦.૧૨.૧૯૮૬)

 * ધનંજયકુમાર કનૈયાલાલ સાધુ (૨૨.૦૯.૧૯૮૫)

 * રૂપક ભરતભાઈ સોલંકી (૩૦.૦૮.૧૯૮૭)

 * નેવિલકુમાર વીરસંગભાઈ ચૌધરી (૧૦.૦૯.૧૯૮૬)

 * ગોવિંદસિંહ દિલાવરસિંહ સરવૈયા (૨૮.૦૯.૧૯૮૨)

 * યોગેશકુમાર અમૃતભાઈ દેસાઈ (૧૦.૧૨.૧૯૮૫)

 * તુષાર ભાઈલાલભાઈ પટેલ (૨૫.૦૧.૧૯૮૪)

 * રવિરાજસિંહ વજુભા રાઠોડ (૧૪.૦૧.૧૯૮૭)

 * અમિતકુમાર ભવાનીશંકર નાયક (૦૪.૦૨.૧૯૮૭)

 * હર્ષ જસવંતલાલ ઠક્કર (૦૨.૧૨.૧૯૮૫)

 * પરેશકુમાર જીવરામભાઈ ચૌધરી (૧૯.૦૮.૧૯૮૫)

 * હરેશકુમાર વાજેસંગભાઈ મકવાણા (૨૧.૧૧.૧૯૭૮)

 * ભરતભાઈ મોતીભાઈ પટેલ (૦૧.૦૬.૧૯૮૦)

 * શ્રીમતી નમ્રતા ડાહ્યાભાઈ ઇટાલિયન (૧૪.૧૧.૧૯૭૪)

 * નિકુંજકુમાર જામસિંહ પરમાર (૧૧.૦૧.૧૯૮૩)

 * રિતેશકુમાર પ્રહલાદભાઈ ગેલોત (૧૧.૦૫.૧૯૭૯)

 * વિષ્ણુકુમાર મેઘરાજભાઈ દેસાઈ (૨૮.૦૧.૧૯૮૩)

 * ધવલકુમાર ફત્તેસિંહ ગઢવી (૦૭.૦૭.૧૯૮૭)

 * ગૌરવ નટવરલાલ પ્રજાપતિ (૨૧.૦૮.૧૯૮૬)

 * શ્રીમતી ઉષ્મા દિનેશકુમાર નાણાવટી (૦૯.૦૫.૧૯૮૬)

 * શ્રીમતી મીનલ દીપકકુમાર જાની (૨૬.૦૮.૧૯૮૭)

 * શ્રીમતી બિંદુ નયન પટેલ (૨૮.૦૯.૧૯૮૩)

 * શ્રીમતી ઉર્વશીબહેન ઈશ્વરભાઈ પ્રજાપતિ (૧૨.૦૭.૧૯૭૬)

 * શ્રીમતી રાધિકા ભીમાજીભાઈ પરસાણા (૧૬.૦૪.૧૯૮૭)

 * વિનોદકુમાર રમણભાઈ ડામોર (૨૨.૧૦.૧૯૭૮)

 * ચંદ્રેશકુમાર મોહનલાલ શનાદ્રે (૩૦.૦૮.૧૯૭૭)

 * બ્રિજેશકુમાર દેવસિંગભાઈ ચૌધરી (૧૧.૧૧.૧૯૮૧)

 * શ્રીમતી ભાવનાબહેન બલદેવભાઈ દેસાઈ (૨૦.૦૬.૧૯૮૪)

 * મહેન્દ્રસિંહ રાયસિંગભાઈ રાઠવા (૧૩.૧૧.૧૯૭૯)

 * શ્રીમતી વિભાબહેન નયનગીરી ગોસ્વામી (૧૩.૦૪.૧૯૮૬)

 નિમણૂક પ્રક્રિયા અને શરતો:

કેન્દ્ર સરકારના અન્ડર સેક્રેટરી પ્રેમ પ્રકાશ મૌર્ય દ્વારા જારી કરાયેલ આ આદેશ મુજબ, આ તમામ બઢતીઓ હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા વિજયભાઈ મધુભાઈ ચૌધરી વિરુદ્ધ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (SLP (C) No. 6521/2021) ના કેસના આખરી ચુકાદાને આધીન રહેશે.

મંત્રાલયે ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખીને જાણ કરી છે કે આ અધિકારીઓની બઢતી માટેની સત્તાવાર દરખાસ્ત તાત્કાલિક મોકલી આપવામાં આવે. આ માટે રાજ્ય સરકારે દરેક અધિકારી પાસેથી લગ્ન દરજ્જાનું જાહેરનામું, રાજ્ય વન સેવામાંથી લિયન સમાપ્ત કરવાની સંમતિ અને અન્ય જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. જેમાં અધિકારીઓ સામે કોઈ શિસ્તભંગના કે વિજિલન્સ કેસ પેન્ડિંગ નથી અને તેઓ હાલમાં સેવામાં કાર્યરત છે તેવા પ્રમાણપત્રોનો પણ સમાવેશ થાય છે.

(1:47 PM IST)