તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં જુદી જુદી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને પૂ.મોરારીબાપુની શ્રધ્ધાંજલિ : પરિવારજનોને સહાય
પૂ. મોરારીબાપુએ તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી : બંને ઘટનાની સહાયતા રાશિ મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ પહોંચાડવામાં આવશે

રાજકોટ તા.૩ : રાજસ્થાનમાં ઝુંઝુનું ખાતે કામ કરી રહેલા મજુરો સાથે એક દુઃખદ ઘટના બની હતી. ઉદયપુરવાટીનાં છાપોલી ગામમાં રોડ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું હતું અને તે દરમિયાન અચાનકજ સિમેંટ મિક્સર હાઈ ટેન્શન વીજ લાઈનને અડી જતાં જોતજોતામાં ૮ મજુરોનાં ઘટના સ્થળે જ મોત નિપજયા હતા અને ૬ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. પૂ બાપુએ આ ધટનામાં અવસાન પામેલા લોકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
અકસ્માતની બીજી ઘટનામાં ઉતરપ્રદેશના કુશિનગર વિસ્તારમાં એક વાનનો ટ્રક સાથે અકસ્માત થયો હતો તેમાં ૬ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂ. મોરારીબાપુએ તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. બંને ઘટનાની સહાયતા રાશિ મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ પહોંચાડવામાં આવશે. પૂ બાપુએ હનુમાનજીનાં ચરણોમાં સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા) ની યાદીમાં જણાવ્યું છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
