તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Friday, 26th June 2026
કાલથી ગૃહમંત્રી અમિતભાઇ શાહ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે :શનિવારે ચાર સ્થળોએ કાર્યક્રમ અને બેઠક કરશે.
ભારત સહકાર ટેક્સી સેવાનો શુભારંભ પણ કરાવશે. સવારે 11 કલાકે મહાત્મા મંદિરથી શુભારંભ કરાવશે અને બપોરે 1 કલાકે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક કરશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ફરી એકવાર ગુજરાતે પ્રવાસે આવવાના છે. આવતીકાલથી બે દિવસ માટે તેઓ ગુજરાત પ્રવાસે આવશે. શનિવારે ચાર સ્થળોએ કાર્યક્રમ અને બેઠક કરશે.
ગુજરાત પ્રવાસ દરમિયાન, ભારત સહકાર ટેક્સી સેવાનો શુભારંભ પણ કરાવશે. સવારે 11 કલાકે મહાત્મા મંદિરથી શુભારંભ કરાવશે અને બપોરે 1 કલાકે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક કરશે. ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કમિટીની બેઠકમાં હાજર રહેશે. ત્યાર બાદ સાંજે 4.45 કલાકે સામુહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે 6.30 કલાકે રાણીપના લોકદરબારમાં હાજરી આપશે
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
