<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

ઘર કે ગાડી નહી થાઈલેન્‍ડમાં ભાડે મળે છે સુંદર પત્‍નીઓઃ કિંમત હોય છે ફિક્‍સઃ પ્રેમ થાય તો કરી લેવાના લગ્ન, નહીં તો છૂટા

રેન્‍ટલ વાઇફ તરીકે ઓળખાતો એક ટ્રેન્‍ડ ચર્ચામાં: તમે નિヘતિ ભાડું ચૂકવીને નક્કી કરાયેલા સમયગાળા માટે ભાડા પર પત્‍ની મેળવી શકો છે

બેંગ્‍કોક તા.૨૩: જરા વિચારો, કોઈ મહિલા તમારી સાથે પત્‍નીની જેમ રહે, તમારા માટે જમવાનું બનાવે, સાથે ફરવા જાય અને જો બંને વચ્‍ચે પ્રેમનો સંબંધ બંધાઈ જાય તો લગ્ન કરવાનો રસ્‍તો પણ ખુલ્‍લો રહે છે. આ વાત સાંભળીને કદાચ ફિલ્‍મની વાર્તા જેવી લાગે, પરંતુ આ જગ્‍યાએ ‘રેન્‍ટલ વાઇફ' તરીકે ઓળખાતો એક ટ્રેન્‍ડ ચર્ચામાં છે. જો તમને પણ સવાલ થતો હોય કે તેના માટે કેટલા પૈસા ચૂકવવા પડે છે અને આ સિસ્‍ટમ ક્‍યાં જોવા મળે છે, તો આવો તેના વિશે જાણીએ.

જો તમે સિગલ છો અને લગ્ન માટે અથવા થોડા સમયના કામચલાઉ સંબંધ માટે પાર્ટનર શોધી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે રસપ્રદ હોઈ શકે છે. આજે અમે તમને દક્ષિણ-પૂર્વ એશિયાના એક એવા દેશ વિશે જણાવી રહ્યા છીએ, જે પોતાની સુંદરતા અને પ્રવાસન માટે આખી દુનિયામાં ફેમસ છે. કેટલાક અહેવાલો અને ચર્ચાઓ મુજબ, અહીં પત્‍નીની જેમ સાથે રહેવા માટે ભાડા પર મહિલાઓ મળે છે. આ સિસ્‍ટમમાં તમે નિヘતિ ભાડું ચૂકવીને નક્કી કરાયેલા સમયગાળા માટે ભાડા પર પત્‍ની મેળવી શકો છે.

અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ-પૂર્વ એશિયાના સુંદર દેશ થાઈલેન્‍ડની. પોતાના સુંદર બીચ અને રંગીન નાઈટલાઇફ માટે થાઈલેન્‍ડ દુનિયાભરમાં જાણીતું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. જોકે, એક પુસ્‍તકના કારણે થાઈલેન્‍ડ અલગ જ કારણસર ચર્ચામાં આવ્‍યું છે. આ પુસ્‍તકમાં થાઈલેન્‍ડમાં જોવા મળતા ‘રેન્‍ટલ વાઇફ'ના ટ્રેન્‍ડ વિશે વાત કરવામાં આવી છે. પુસ્‍તકમાં થયેલા ખુલાસા બાદ આ વ્‍યવસ્‍થા વાયુ વેગે ચર્ચામાં આવી છે.

આ એક એવી વ્‍યવસ્‍થા છે જેમાં મહિલાઓ નિヘતિ સમય માટે પૈસા લઈને પ્રવાસીઓ સાથે પત્‍નીની જેમ રહે છે. જો કોઈ પ્રવાસીને તેની સાથે રહેલી મહિલા પસંદ આવી જાય અને બંને વચ્‍ચે પ્રેમ સંબંધ વિકસે, તો તેઓ બંને સહમતીથી લગ્ન પણ કરી શકે છો. બીજી બાજુ, જો પ્રેમ ન થાય તો બંને નક્કી કરાયેલા સમય બાદ અલગ પણ થઈ શકે છે.

આ ટ્રેન્‍ડ ખાસ કરીને થાઈલેન્‍ડના પટાયા શહેરમાં વધુ ચર્ચિત છે. તેને ‘વાઇફ ઑન હાયર' અથવા ‘બ્‍લેક પર્લ' જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વ્‍યવસ્‍થામાં કોઈ મહિલા ચોક્કસ સમયગાળા માટે પૈસા લઈને પત્‍નીની જેમ સાથે રહે છે. તેમાં જમવાનું બનાવવું, સાથે ફરવા જવું અને એકસાથે સમય પસાર કરવા જેવી બાબતોનો સમાવેશ થઈ શકે છે. જોકે, આ પ્રકારનો સંબંધ સામાન્‍ય રીતે એક ખાનગી કરાર પર આધારિત હોય છે અને તેને કાયદેસર લગ્ન તરીકે માનવામાં આવતો નથી. સમય જતાં આ એક પ્રકારની વ્‍યવસાયિક વ્‍યવસ્‍થા બની હોવાનું કહેવાય છે, જેમાં કેટલીક મહિલાઓ પોતાની ઇચ્‍છાથી ભાગ લે છે.

લાવર્ટ એ. ઇમેન્‍યુએલની ‘Thai Taboo  The Rise of Wife Rental in Modern Society' નામના પુસ્‍તકમાં આ ટ્રેન્‍ડ વિશે વિગતવાર માહિતી અપાઈ છે. પુસ્‍તકમાં જણાવ્‍યા મુજબ, ગરીબ પરિવારોની કેટલીક મહિલાઓ પોતાના અને પરિવારના ખર્ચને પહોંચી વળવા માટે આ કામ કરે છે. આ મહિલાઓમાંથી ઘણી બાર અથવા નાઈટક્‍લબમાં કામ કરતી હોય છે, જ્‍યાં તેમને વિદેશી પ્રવાસીઓ ગ્રાહક તરીકે મળે છે.

કેટલું ભાડું આપવું પડે છે? - રેન્‍ટલ વાઇફ માટે લેવામાં આવતી ફી અનેક બાબતો પર આધારિત હોય છે. જેમાં મહિલાની ઉંમર, સુંદરતા, શિક્ષણ અને કરારનો સમયગાળો જેવી બાબતો સામેલ છે. કેટલીક મહિલાઓ થોડા દિવસ માટે સાથે રહે છે, જ્‍યારે કેટલીક મહિનાઓ સુધી સાથે રહેવાનો કરાર પણ કરી શકે છે. અહેવાલો મુજબ, આ કામ માટેની રકમ ૧,૬૦૦ ડોલર એટલે કે લગભગ ૧.૫૨ લાખ રૂપિયાથી લઈને ૧,૧૬,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૧.૧૧ કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. જોકે, આ બધું ખાનગી કરાર પર આધારિત હોય છે, તેથી થાઈલેન્‍ડમાં આ અંગે કોઈ ચોક્કસ કાયદો કે નક્કી કરાયેલો ભાવ નથી.

આ ટ્રેન્‍ડ વધવા પાછળ બદલાતી જીવનશૈલીને પણ એક કારણ માનવામાં આવે છે. થાઈલેન્‍ડમાં બદલાતી જીવનશૈલીના કારણે ઘણા લોકો એકલતા અનુભવે છે અને કેટલાક લોકો કાયમી સંબંધોની જગ્‍યાએ થોડા સમય માટેના સંબંધોને પસંદ કરે છે. થાઈ સમાજમાં સંબંધોને લઈને પ્રમાણમાં ખુલ્‍લું વલણ પણ તેની પાછળનું એક કારણ હોવાનું કહેવાય છે. આ પ્રકારની વ્‍યવસ્‍થા જાપાન અને દક્ષિણ કોરિયાની ‘ગર્લફ્રેન્‍ડ ફોર હાયર' જેવી સેવાઓથી પ્રેરિત હોવાનું પણ જણાવવામાં આવે છે. થાઈલેન્‍ડમાં આ ટ્રેન્‍ડને પ્રવાસન ઉદ્યોગ સાથે પણ જોડવામાં આવ્‍યો છે

થાઈલેન્‍ડની સરકાર પણ આ પ્રકારની વ્‍યવસ્‍થા વધતી હોવાની વાતને ધ્‍યાનમાં લઈ રહી છે. અહેવાલો અનુસાર, સરકાર આ પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે કાયદો બનાવવા અંગે વિચારી રહી છે, જેથી આ વ્‍યવસ્‍થામાં કામ કરતી મહિલાઓની સુરક્ષા અને તેમના અધિકારોનું રક્ષણ કરી શકાય. જોકે, આ વ્‍યવસ્‍થાને સંપૂર્ણપણે બંધ કરવા અંગે સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી હોવાનું જાણમાં નથી.

(10:09 AM IST)