<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

૫ વર્ષમાં મકાનોના ભાવ ૬૩% વધ્‍યા ! સૌથી વધુ ક્‍યાં?

૧૧ શહેરોનો ‘પ્રોપર્ટી રિપોર્ટ' : ભારતમાં હવે મુંબઈ-દિલ્‍હી જેવા મેટ્રો શહેરો નહીં, પરંતુ નાના ટિયર-૨ શહેરોમાં પ્રોપર્ટીના ભાવ વધુ તેજ ગતિએ વધી રહ્યા છેઃ જ્‍યારે ટોચના ૮ મોટા શહેરોમાં ૪૨% વધારો નોંધાયો

નવી દિલ્‍હીઃ તા.૨૧:ભારતના રિયલ એસ્‍ટેટ માર્કેટમાં હવે મુંબઈ કે દિલ્‍હી જેવા મેટ્રો શહેરો કરતાં નાના ટિયર-૨ શહેરોમાં પ્રોપર્ટીના ભાવો વધુ ઝડપે વધી રહ્યા છે. CII-Knight Frank Indiaના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૧થી ૨૦૨૬ વચ્‍ચે દેશના ૧૧ ઉભરતા રિયલ એસ્‍ટેટ માર્કેટ્‍સમાં ઘરોની કિમતોમાં સરેરાશ ૬૩્રુનો વધારો થયો છે, જ્‍યારે ટોચના ૮ મોટા શહેરોમાં આ વધારો માત્ર ૪૨% રહ્યો છે.

ઉભરતા ૧૧ માર્કેટ્‍સમાં ભાવોમાં મોટો તફાવત જોવા મળ્‍યો છે, જેમાં ગોવામાં રેસિડેન્‍શિયલ પ્રોપર્ટીના ભાવ સૌથી વધુ છે. તો જાણીએ કયા માર્કેટમાં પ્રતિ ચોરસ ફૂટ કેટલો ભાવ છે.

ગોવા - રૂ.૧૧,૫૦૦ થી રૂ.૧૩,૫૦૦, ચંદીગઢ ટ્રાયસિટી - રૂ.૭,૫૦૦ થી રૂ.૧૦,૫૦૦,જયપુર - રૂ.૭,૦૦૦ થી રૂ.૯,૦૦૦,કોચી - રૂ.૭,૦૦૦ થી રૂ.૯,૦૦૦,લખનૌ - રૂ.૬,૫૦૦ થી રૂ.૮,૫૦૦, કોઈમ્‍બતૂર - રૂ.૬,૦૦૦ થી રૂ.૮,૦૦૦, ઈન્‍દોર - રૂ.૫,૫૦૦ થી રૂ.૭,૫૦૦, ભોપાલ - રૂ.૫,૦૦૦ થી રૂ.૭,૦૦૦, નાગપુર - રૂ.૪,૫૦૦ થી રૂ.૬,૫૦૦, વિશાખાપટ્ટનમ - રૂ.૪,૫૦૦ થી રૂ.૬,૫૦૦, નાના શહેરોમાં અચાનક તેજી આવવાના કારણો એક્‍સપ્રેસવે, નવા એરપોર્ટ અને મેટ્રો જેવી સુવિધાઓ વધવાથી આ શહેરોમાં ઉદ્યોગો અને રોજગારીની તકો વધી છે. આ ઉપરાંત કોરોના પછી હાઇબ્રિડ વર્ક કલ્‍ચર વધતા લોકો મોટા શહેરોના નાના ઘરો છોડીને નાના શહેરોમાં તમામ સુવિધાઓ ધરાવતા મોટા હાઉસિગ પ્રોજેક્‍ટ્‍સ તરફ વળી રહ્યા છે.

(10:46 AM IST)