<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

કચ્છના કંડલા પોર્ટ પર પહોંચ્યું વિશાળ ગેસ ટેન્કર: 20 હજાર ટન LPG જથ્થા સાથે 'Symi' જહાજનું સફળ એન્કરિંગ

ગેસ કાર્ગોના આગમનથી પ્રાદેશિક સ્તરે ઇંધણ અને એલપીજીના પુરવઠાને મોટો ટેકો મળશે.

કચ્છ સ્થિત દેશના અગ્રણી કંડલા પોર્ટ (દીનદયાળ પોર્ટ) ખાતે આશરે 20,0000 ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) ના વિશાળ જથ્થા સાથે માર્શલ આઇલેન્ડ્સનો ધ્વજ ધરાવતું 'Symi' નામનું દરિયાઈ ટેન્કર સફળતાપૂર્વક આવી પહોંચ્યું છે. પ્રવાહી ઇંધણનો મોટો જથ્થો લઈને આવી રહેલા આ જહાજે ગત 13 મેના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સમુદ્રધુની) પસાર કરી હતી, જ્યાંથી આગળ વધીને તે આજે ગુજરાતના દરિયાકાંઠે આવી પહોંચ્યું છે. આ ગેસ કાર્ગોના આગમનથી પ્રાદેશિક સ્તરે ઇંધણ અને એલપીજીના પુરવઠાને મોટો ટેકો મળશે.

 

(6:09 PM IST)