<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

રાહુલ ગાંધીના વિવાદી નિવેદન મુદ્દે ભારે આક્રોશ: કાલે ઇન્ડિયા ગેટ પર યુવાનો કરશે વિરોધ પ્રદર્શન

રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરૂદ્ધ કરવામાં આવેલા કથિત વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજકીય ગરમાવો

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરૂદ્ધ કરવામાં આવેલા કથિત વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. આ નિવેદનના વિરોધમાં આવતીકાલે દિલ્હીના ઐતિહાસિક ઇન્ડિયા ગેટ ખાતે એક મોટા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં યુવાનો એકઠા થઈને સાંજે 4:00 વાગ્યે આ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરશે અને પીએમ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી સામે પોતાનો આક્રોશ નોંધાવશે, જેને પગલે દિલ્હી પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.

(11:37 PM IST)