<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

આંધ્રપ્રદેશમાં ઓએનજીસીના ગેસકૂવામાં ભયાનક લીકેજથી ભારે દોડધામ, આશરે ૮૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા: એક કિલોમીટર સુધીના રહેવાસીઓનું સ્થળાંતર: વીજપુરવઠો બંધ કરી હાઇવેનો વાહનવ્યવહાર વાળવામાં આવ્યો

આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લાના ગેડ્ડાડા ગામ નજીક ઓએનજીસીના ગેસકૂવામાં આજે વહેલી સવારે કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતાં તંત્ર દોડતું થયું હતું. 

જિલ્લા વહીવટીતંત્રે લગભગ ૮૦૦ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. ગેસકૂવાની આસપાસ ૫૦૦ મીટર વિસ્તારને સુરક્ષિત કરી દેવાયો છે, જ્યારે સાવચેતીના ભાગરૂપે એક કિલોમીટર સુધીના રહેવાસીઓને સ્થળાંતર કરાવાયું છે. 

 

રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૧૬ ઉપરનો વાહનવ્યવહાર વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યો છે. વીજપુરવઠો બંધ કરી લોકોને આગ, ગેસના ચૂલા અને વીજઉપકરણોનો ઉપયોગ ટાળવા સૂચના અપાઈ છે. 

 

વિશેષ ટીમો ગેસ લીકેજ બંધ કરવા કામગીરી કરી રહી છે. તંત્રના જણાવ્યા મુજબ તપાસેલા સ્થળોએ ગેસનું પ્રમાણ શૂન્ય નોંધાયું છે, છતાં સતત દેખરેખ ચાલુ છે. 

(4:20 PM IST)